અંકલેશ્વર: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં 80.22 % મતદાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં 80.22 % મતદાન
આજે હાંસોટ તા. પંચાયત હોલમાં મત ગણતરી કરાશે
વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં મતદારોનો ભારે ધસારો
અંકલેશ્વર: દક્ષિણ ગુજરાતમાં અગ્રગણ્ય એવી હાંસોટ તાલુકામાં આવેલી પંડવાઈ સુગરના 16 સભ્યોની વ્યવસ્થાપક કમિટીની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ પાન્ડુકેશ્વર વિદ્યા મંદિર ખાતે મતદાન મથકો પર મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે મતદાન પ્રકિયા શરૂ થઇ હતી. જેમાં સાંજના 5 સુધી 80.22 ટકા મતદાન નોંધાયું હતુ.ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 5 કલાકે પૂર્ણ થતા 80.22 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન બાદ બંને પેનલોના આગેવાનોએ પોત પોતાની જીતનો દાવો કરતા પોતાનો વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં હાલ સહકારી સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીઓનો દોર ચાલી રહ્યો છે. વટારીયા સુગરની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે.હાંસોટની પંડવાઈ સુગરના હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, માંડવી, ઓલપાડ , અને માંગરોલ તાલુકાના 6,867 સભાસદ મતદારો માટે એક બિન ઉત્પાદક અને 15 ઉત્પાદક બેઠકની 16 ઝોનની ચૂંટણીમાં સત્તાપક્ષ એવા સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ છે. બંને પેનલના 16 -16 મળી 32 ઉમેદવાર અને 3 જેટલા અપક્ષ ઉમેદવારો મળી 35થી વધુ ઉમેદવાર મેદાનમાં છે.

આજે પાંડુકેશ્વર વિદ્યામંદિર ખાતે ચૂંટણી અધિકારી એ.વી.શાહ. ના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે હાથ ધરવામાં આવેલી મતદાન પ્રક્રિયામાં સવારથી જ મતદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બંને પક્ષે મતદારોને રિઝવવા અંતિમ પળોમાં પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું .સાંજે 5 કલાકે પૂર્ણ થયેલી મતદાન પ્રકિયામાં 80.22 ટકા મતદાનનોંધાયુંહતું. સત્તાપક્ષ એવા સહકાર પેનલના અને વર્તમાન ચેરમેન અને ઉમેદવાર એવા ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના પાછલા વર્ષોના સુશાસનના આધારે તેમની પેનલનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું . પરિવર્તન પેનલના અંબુભાઈ પટેલ દ્વારા પણ વિજયનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...