તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંક્લેશ્વરમાં દેશી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે યુવાન ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇએસઆઇસી હોસ્પિટલ પાસેથી એક પરપ્રાંતિય યુવાનને દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જિવંત કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. યુવાન પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેમજ કોને આપવાનો હતો કે પછી કોઇ ગુનાઇત કૃત્યને અંજામ આપનાર હતો તે સહિતના પાસાઓની પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

નવરાત્રી - દુર્ગાપુજા સહિતના તહેવારોને લઇને પોલીસ એલર્ટ

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંગ દ્વારો આગામી દિવસોમાં નવરાત્રી - દુર્ગાપુજા સહિતના તહેવારોને લઇને તમામ પોલીસ સ્ટાફને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. દરમિયાનમાં ભરૂચ એલસીબીના ઇન્સ્પેક્ટર લલિત વાગડીયા તેમજ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. આહીર અંકલેશ્વર વિસ્તારમાં તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં સ્ટાફના હેકો બાલુભાઇને બાતમી મળી હતી કે, ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક મેઇન રોડ પર એક યુવાનની હિલચાલ શંકાસ્પદ લાગી રહી છે.

પોલીસે ઇએસઆઇસી હોસ્પિટલ પાસેથી યુવાને ઝડપી પાડ્યો

એલસીબીની ટીમે તુરંત સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં તેમણે એક યુવાનને શંકાને આધારે અટકાવી તેની તલાશી લેતાં તેની પાસેથી કપડામાં વીંટાળેલી લાઇસન્સ વિનાની દેશી બનાવટની પિસ્તોલ તેમજ 2 જિવતા કારતૂસ મળી આવ્યાં હતાં.પોલીસે તેની ધરપડક કરી પુછપરછ હાથ ધરતાં તેનું નામ રાજુ માતાબદલ ગુપ્તા હોવાનું તેમજ તે મુળ યુવાના પ્રતાપગઢ વિસ્તારનો વતની હોવાનું અને હાલ અંક્લેશ્વરની પી.સી.આઈ ચોકડી પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

યુવાને કયાં સંજોગોમાં પિસ્તોલ રાખી હતી તેની તપાસ હાથ ધરાઇ

પોલીસે તેની પાસેથી કુલ 30,200ની મત્તાની દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે કારતૂસ કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલાં રાજૂ ગુપ્તાએ તેની પાસેની પિસ્તોલ તેમજ કાર્ટીઝ યુપીના કાનપુર ખાતે રહેતાં અલ્તાફ નામના શખ્સે વેચવા માટે આપી હતી. બનાવને પગલે એલસીબીએ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ઝડપાયેલાં રાજૂ ગુપ્તા તેમજ અલ્તાફ નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાવતાં જીઆઇડીસી પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...