અંકલેશ્વર 46 અને ભરૂચમાં 43 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વરમાં તાપમાનનો પારો 46 ડીગ્રીએ પહોંચી જતાં લોકોએ અગનભઠ્ઠીનો અનુભવ કર્યો હતો. ઔદ્યોગિક વસાહતને કારણે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વરમાં ગરમીનો પારો ઉંચે ચઢી રહયો છે. કેમિકલ કલસ્ટર હોવાને કારણે દેશના અન્ય શહેરોની સરખામણીએ અંકલેશ્વરમાં તાપમાન 2 થી 3 ડીગ્રી જેટલું વધારે નોંધાતું હોય છે. માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં આકાશમાંથી અગનગોળા વરસી રહયાં હોવાને કારણે લોકો ગરમીમાં શેકાઇ રહયાં છે.
અંકલેશ્વર : માર્ચના છેલ્લા સપ્તાહમાં સુર્યદેવ આકારા પાણીએ એશિયાની સૌથી મોટી જીઆઇડીસી ધરાવતાં અંકલેશ્વરમાં ગરમીનો પારો ઉંચે જતા પાછળના વર્ષના રેકોર્ડ  તોડી માર્ચ મહિના 46 ડિગ્રી આંબ્યો  છે. અંકલેશ્વરમાં કેમિકલના કારણે વાતારણ માં 2 થી દોઢ ડિગ્રી તાપમાન અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે.  ગરમીના પારાને લઇ લોકો સનસ્ટ્રોકનો સામનો કરી રહયાં છે.માર્ચ મહિના ગરમી સામાન્ય દિવસો માં 34 ડિગ્રી આસપાસ જોવા મળતી હોય છે. જયારે છેલ્લા 2 વર્ષ થી માર્ચ મહિના ગરમીનો પારો 40 ડિગ્રીને  આંબી રહ્યો છે.
 
ભરૂચમાં તાપમાનનો પારો 43 ડિગ્રી
 
ભરૂચમાં 24 કલાકમાં તાપમાનનો પારો 0.6 ડીગ્રી વધીને 43 ડીગ્રી સુધી પહોંચી જતાં લોકોએ અંગદઝાડતી ગરમીનો સામનો કર્યો હતો. ગરમી વધી રહી હોવાથી જન જીવન પર તેની અસર જોવા મળી રહી છે અને બપોરે માર્ગો પર સ્મશાનવત શાંતિ જોવા મળી હતી. ગરમીથી બચવા લોકો ટોપી અને ચશ્માની ખરીદી કરવા દોડી ગયાં હતાં. માર્ચ મહિનાના અંતમાં ગરમી પાછલા વર્ષોના રેકોર્ડ તોડી રહી છે.

રાજયના હવામાન વિભાગે ભારેથી અતિભારે ગરમીની આગાહી કરી છે ત્યારે ભરૂચમાં બે દિવસથી અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઇ ગયાં છે. સોમવારે ભરૂચ શહેરનું તાપમાન 42.4 ડીગ્રી નોંધાયું હતું અને તેમાં 24 કલાકમાં 0.6 ડીગ્રીનો વધારો થતાં મંગળવારે પારો 43 ડીગ્રીને આંબી ગયો હતો.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...