અંકલેશ્વર: અંકલેશ્વરના 5,000 કરતાં વધારે વેપારીઓ જીએસટીના વિરોધમાં આજે શુક્રવારે બંધ પાળશે. તેલ વેપારી એસો. સહિતના વિવિધ મંડળો હડતાળમાં સામેલ થશે. સવારે 10 કલાકે રેલી યોજી મામલતદાર આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવશે.
સવારે 10 કલાકે રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાશે
અંદાજિત 5000 થી વધુ હોલસેલર ,રિટેલર થી માંડી નાના-મોટા દુકાનધારકો આ હડતાલમાં જોડાશે. આ ઉપરાંત સવારે 10 કાલકે જીઆઇડીસી ખાતે નવીન-વિજય કંપની ખાતે એકત્ર થઇ રેલી યોજી અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવશે. ગોયાબાજર,ચોક્સી બજાર, ચૌટાબજાર, મુલ્લાવાડ, સહીત સીટી મુખ્ય રોડ પર આવેલ વિવિધ દુકાન તેમજ જીઆઈડીસી વિસ્તાર વાલિયા ચોકડી, તેમજ રવિ કિરણ કોમ્પ્લેક્ષ અનાજ માર્કેટ તેમજ જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારની નાની મોટી દુકાનો બંધ રાખવામાં આવશે. હડતાલની સૌથી વધુ અસર ગરીબ વર્ગને થશે. હડતાળને કારણે અંદાજિત 25 થી 30 લાખ રૂપિયા ઉપરાંતનો કારોબાર અટકી જવાનો અંદાજ છે.
તમામ વેપારીઓ બંધ પાડી રેલીમાં જોડાશે
અંકલેશ્વરમાં અંદાજિત 5000 થી વધુ હોલસેલર તેમજ રિટેલર અને નાના-મોટા તમામ વેપારી આજે પોતાની દુકાનો તેમજ ધંધા રોજગાર બંધ રાખી જીએસીટી વિરોધ બંધ પડશે અને રેલીમાં જોડાશે. - ઝવેર ઘીવાલા, પ્રમુખ, અંકલેશ્વર વેપારી મંડળ
તેલ વેપારી એસોસિયેશનનો પણ ટેકો
અંકલેશ્વર તેલ એઓસિયેશન પણ જીએસટીના વિરોધમાં હડતાલમાં જોડાશે અને દુકાનો બંધ રાખી હડતાલને ટેકો આપશે તેમજ વેપારી મંડળ સાથે જોડાયને આવેદનપત્ર પાઠવશે. > મનહર મોદી, પ્રમુખ, તેલ વેપારી એઓસિયેશન, અંકલેશ્વર