તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમોદનો જાહેર માર્ગ પર જ ટ્રાફિક ઝોન બન્યો : પોલીસ માટે પડકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદ: આમોદના જાહેરમાર્ગ પર કેટલાક સમયથી વાહનો ગમે તેમ પાર્ક કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે. તથા આ રસ્તાને લોકોએ પાર્કીંગ ઝોન બનાવી દીધો છે તેેમ લાગી રહ્યું છે. તિલક મેદાનથી ભીમપુરા રોડ સુધીનો માગ ડો.આબેડકર માગ તરીકે ઓળખાય છે.
 
રસ્તો રોકાઈ જતાં રોજેરોજ ટ્રાફિક સમસ્યા વિકટ બની રહેશે
 
આ માર્ગ નગરપાલીકાના દરવાજા પાસેથી પસાર થાય છે.  જાહેર માર્ગ પરથી આમોદ તાલુકાના મોટા ભાગના ગામના લોકો આમોદમાં આવન જાવન કરી છે. છેલ્‍લા કેટલા સમયથી વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરી રહયાં છે. વાહનોને કારણે રસ્તો રોકાઇ જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. કરજણ અને પાલેજની બસો આ જ રસ્તા પરથી આવતી હોવાથી ટ્રાફિકમાં જામ થાય છે. જેથી પોલીસ નકકર કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.
 
અન્ય સમાચારો પણ છે...