તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર: સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની પુન: પધરામણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ / અંકલેશ્વર: ભરૂચ નર્મદા જિલ્લામાં એક સપ્તાહનો વિરામ લીધા બાદ મેઘરાજાએ આજે મંગળવારે પુન: જોરદાર એન્ટ્રી કરી હતી. શહેર જિલ્લામાં સવારથી જ અષાઢ મહિનામાં વૈશાખી વાયરા ફુંકાઇ રહ્યાં હતાં. જોકે બપોરના સમયે બફારાથી લોકોની હાલત પરસેવે રેબઝેબ થઇ ગઇ હતી. જોકે બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો બદલાવ જોવા મળ્યો હતો. આકાશમા એકાએક કાળા વાદળો ખેંચાઇ આવ્યાં બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો. જેમાં વાગરામાં સવા બે ઇન્ચ વરસાદ નોંધાયો હતો.
 
જોરદાર વરસાદી ઝાપટાં પડતાં થોડાં જ સમયમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
 
ભરૂચ - નર્મદા જિલ્લામાં આજે મંગળવારે મેઘરાજાની જોરદાર સવારી આવી હતી. કેટલાંક સ્થળોએ વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. એક સપ્તાહ સુધી વરસાદે વિરામ લેતાં પંથકમાં લોકો બફારાથી પરેશાન થઇ ગયાં હતાં. દરમિયાન આજે મંગળવારે સવારથી જ પંથકમાં જોરદાર પવન ફુંકાઇ રહ્યો હતો. જોકે બફારા સાથે ધુળની રજકણોની લોકોની પરેશાનીમાં વધારો થતાં હવે મેઘરાજા મહેર કરે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યાં હતાં. અરસામાં બપોર બાદ જિલ્લામાં ઓચિંતો બદલાવ આવતાં આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી.

અંકલેશ્વરમાં 100 ટકા વરસાદ પ્રથમ રાઉન્ડમાં જ થઇ ગયાં બાદ વરસાદે એક સપ્તાહ સુધી વિરામ લીધા બાદ આજે કડાકાભડકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ ધીમી ધારે સત્તત વરસતો રહ્યો છે. વરેડીઆ ગામે ધોધમાર વરસાદ વરસતાં વરસાદના પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે પાણી આંબાવાડી ફળિયામાં વહી રહયા હતા ખરેખર પંચાયત ચોમાસા પહેલા પાણીના નિકાલ બાબતે પ્રિમોનસુન કામગીરી કરવામાં નિષ્ફળ રહી હોવાનો રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...