તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની ટક્કરે બે સગા ભાઇઓના મોત, રોડ પર પડેલી લાશ જોઇ લોકો ધ્રુજી ઉઠ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વરના અન્સાર માર્કેટ પાસે ગત મોડી રાત્રીના ટ્રક ચાલકે મોટર સાઇકલને અડફેટે માં લેતા બે સગાભાઇઓના મોત થયાં છે.ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ દોડી આવેલાં લોકોએ ટ્રકચાલકને મેથીપાક ચખાડયો હતો.
અંકલેશ્વરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર 2 સગા ભાઇઓના મોત
શુકવારની મોડી રાત્રીના અંકલેશ્વર અન્સાર માર્કેટ પાસે મોટર સાઇકલ પર દિપક વિશ્રામદીન સિંગરોલ , ધીરેન વિશ્રામદીન સિંગરોલ અને મનોજ ઉર્ફે ભોગજીભાઈ ભક્તભાઈ રાજપુરોહિત કામ અર્થે જઇ રહ્યા હતાં. તે દરમિયાન પૂરપાટ આવી રહેલી ટ્રકે તેમને અડફેટેમાં લેતા મોટર સાઇકલ પર થી રોડ પર પટકાયેલ દિપક સિંગરોલનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બંને ઇજાગ્રસ્તોને 108 ની મદદ થી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન ધીરેન સિંગરોલ પણ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઇજા પામેલા મનોજ રાજપુરોહિત સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય એક યુવાનને ઇજા થતાં સારવાર માટે સુરત ખસેડાયો
બંને મૃતક સગા ભાઈ હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસમાત સર્જનાર ટ્રક ચાલક ને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને માર પણ માર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત મનોજ રાજપુરોહિતની ફરિયાદ આધારે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
ઘટના સ્થળની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો