તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપલામાં મિની વેકેશનનો માહોલ: નર્મદા ડેમને નિહાળવા 50,000 લોકો ઉમટી પડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપલા: નર્મદા બંધ ઉપરવાસમાં પાણીની આવકને પગલે છેલ્લા 9 દિવસથી ઓવરફ્લો રહ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખ પ્રવાસીઓએ નર્મદા ઓવરફ્લો જોવા માટે ઉમટ્યાં છે. રવિવારે 50 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી એવા અહેવાલને પગલે પ્રવાસીઓની વ્યવસ્થા માટે તંત્ર સજ્જ બની ગયું છે. ગઇકાલ શનિવારથી રક્ષાબંધન સુધી મિની વેકેશનનો માહોલ હોઇ એક સપ્તાહમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ નર્મદા ડેમની મુલાકાતે ઉમટે તેવી શક્યતાઓ છે.
નર્મદા ડેમની મુલાકાતે એક લાખથી વધુ પ્રવાસીઓ આવી ગયા છે
ચોમાસાની સિઝનમાં રાજ્યભરના લોકો માટે વેકેશનમાં ફરવા લાયક સ્થળમાં સરદાર સરોવર ફેવરિટ રહ્યો છે. છેલ્લા 9 દિવસથી ઓવરફ્લો થઇ રહેલાં નર્મદા ડેમની મુલાકાતે એક લાખથી વધુ પ્રવાસીઓ આવી ગયા છે. કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ માટે રજામાં હોટ ફેવરીટ રહ્યો છે. પ્રદુષણ મુક્ત વાતાવરણ અને સાતપુડાની ગીરી કંદરાઓ વચ્ચે બનાવવામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ પર પ્રવાસીઓને સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણને કારણે આનંદની અનુભૂતિ થાય છે.
બંદોબસ્ત ખડકી દઇ તકેદારીના પગલા ભરાયા છે
ગઇકાલે શનિવારથી શરૂ થયેલાં મીની વેકેશનમાં પ્રવાસીઓ ઓવર ફ્લો થતાં નર્મદા ડેમને નાયગ્રા ધોધ સાથે સરખાવી ભરપૂર આનંદ માણી રહ્યા છે. નર્મદા બંધ નજીક જ બનનારું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ ઉભું કરી રહ્યું હોઇ તેની કામગીરીને નિહાળવા માટે પ્રવાસીઓ ઘસારો વધી રહ્યો છે. આગામી દિવસોમાં રજાઓના માહોલ વચ્ચે 2 લાખથી વધુ પ્રવાસીઓ આવનાર હોવાની શક્યતાઓને લઇને તંત્રએ પ્રવાસીઓને કોઈ અગવડ ના પડે તે માટે જરૂરી બંદોબસ્ત ખડકી દઇ તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યાં છે.
એક સાથે 30 ધોધનો રમણિય નજારો

નર્મદા બંધ પર અત્યાર સુધી 760 મિટર લંબાઈના સ્પિલ વેની જેમ નજારો જોવા મળતો હતો પરંતુ હવે ડેમ ઉપર ગેટનુ કામ પૂર્ણ થતા 30 મીટરના 30 પિલર્સ બની જતા હવે ટોપ લેવલ પર 30 નવા ગાળા નિર્માણ થયા છે. આજે નર્મદા બંધ 2 મિટર ઉપરથી વહેતો હોઇ 30 અલગ અલગ ધોધનો નજારો લોકોને આકર્ષી રહ્યો હતો. ડેમ ઉપર નવા ગેટ લાગી જવાને કારણે એક સાથે 30 ધોધ પડવાના નયનરમ્ય નજારાથી પ્રવાસીઓ પ્રભાવિત થયાં હતાં.
ખાસ પોલીસ બંદોબસ્ત રખાયો

રાજ્યભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ઓવરફ્લો થતાં નર્મદા ડેમના નજારને નિહાળવા માટે ઉમટી પડતાં પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ પણ કમર કસી છે. બંદોબસ્ત માટે બહારથી પોલીસ બોલાવી લીધી છે. હાલ SRP જવાનોની ટીમને ખડેપગે તૈનાત રખાઇ છે. બીજી બાજુ નર્મદા બંધ ઓવરફ્લોને કારણે પ્રવાસન નિગમ સજ્જ છે. પ્રવાસીઓને ટિકિટ શાંતિથી મળી રહે એ માટે પણ ટિકિટ બુથો ઉભા કરાયા છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો