તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચનાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન માટે લોકોમાં ભારે ઉત્સાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર રોડ પર નગરપાલિકાએ બનાવેલાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન માટે ભકતોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર કલાકે તળાવમાં 30થી વધારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દિવસના અંતે આંકડો 500ને પાર કરી ગયો હતો. પર્યાવરણના જતન માટે શ્રધ્ધાળુઓનો અભિગમ આવકારદાયી રહયો હતો.
 
એક કલાકમાં સરેરાશ 30 પ્રતિમા વિસર્જન માટે આવી
 
પીઓપીની પ્રતિમાઓને કારણે પર્યાવરણને નુકશાન થાય છે જેના કારણે પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન થાય તેના પર ભાર મુકવામાં આવી રહયો છે. ભરૂચ નગરપાલિકાએ ઇકો ફ્રેન્ડલી વિસર્જન માટે ઝાડેશ્વર રોડ પર સાંઇ મંદિર નજીક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. જેમાં 3 લાખ લીટરથી વધારે પાણીનો સંગ્રહ કરી ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરાઈ હતી.

સવારે 9 વાગ્યાથી ભકતો તેમની પ્રતિમાઓના વિસર્જન માટે આવી પહોંચ્યાં હતાં. દર કલાકે સરેરાશ 30 મૂર્તીઓ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન 500થી વધારે પ્રતિમાઓનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું હતું. ભકતોના ભારે ઉત્સાહને કારણે વાતાવરણ ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે ગુંજી ઉઠયું હતું. આરતી સાથે આવતા વર્ષે ફરી પધારવાના ઇજન સાથે દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી.
 
અંકલેશ્વર - પાનોલીમાં ઇકો ફ્રેન્ડલી વિસર્જન

અંકલેશ્વરમાં રામકુંડ અને ડીપીએમસી કચેરી તથા પાનોલીમાં કૃત્રિમ જળાશય બનાવવામાં આવ્યાં હતાં. ત્રણેય જળાશયો ખાતે વહેલી સવારથી લોકોની ભીડ જોવા મળી હતી.  મંગલમૂર્તિ સહિતની 1 હજારથી વધારે પ્રતિમાઓનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરાયું હતું.
 
આગળ વાંચો, પાઠક પરિવારે ઘરમાં શ્રીજી વિસર્જીત કર્યા


અન્ય સમાચારો પણ છે...