લોકાર્પણ / 2019માં નર્મદા બ્રિજના લોકાર્પણથી વાહન વ્યવહાર સરળ થશે,ભરૂચમાં ટ્રાફિકજામ હવે ભૂતકાળ બનશે

Divyabhaskar.com

Jan 01, 2019, 01:05 AM IST
Vehicular movement will be easier in 2019 when Narmada Bridge is inaugurated

* 4.3 કિમી નર્મદા મૈયા બ્રિજની લંબાઇ

* 20.8 મીટર નર્મદા મૈયા બ્રિજની પહોળાઇ

* 309.10 કરોડ બ્રિજનો કુલ ખર્ચ

ભરૂચ: શહેરની નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજને સમાંતર નવો ફોર લેન નર્મદા મૈયા બ્રિજ બની રહયો છે. શીતલ સર્કલ નજીક ફલાયઓવરની લંબાઇ વધારવા બાબતે ચાલી રહેલા વિવાદના કારણે ત્રણ વર્ષથી બ્રિજની કામગીરી અધુરી રહી છે. આ વર્ષે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય પુરુ કરી દેવામાં આવશે. ગોલ્ડનબ્રિજ સાંકડો હોવાથી તેના પરથી નાના વાહનો જ પસાર થઇ શકે છે જેથી ટ્રાફિક સમસ્યા હલ થશે.

ફાયદો શું

ભરૂચની નર્મદા નદી પર અંગ્રેજ શાસનકાળમાં બનેલાં ગોલ્ડનબ્રિજને 135 વર્ષ પુરા થઇ ચુકયાં છે. ગોલ્ડનબ્રીજ માત્ર 04 મીટર પહોળો હોવાથી તેના પરથી ભારદારી વાહનો પસાર થઇ શકતા નથી. નર્મદા મૈયા બ્રિજ ફોર લેનનો બનશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચે નર્મદા નદી પર વધુ એક બ્રિજની સુવિધા મળશે. ખાસ કરીને દહેજથી દક્ષિણ ગુજરાત તરફ જતાં ભારદારી વાહનોનો નેશનલ હાઇવે સુધીનો ફેરાવો ઘટી જશે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રોજીંદા અપડાઉન કરતાં લોકોની મુશ્કેલીનું પણ નિવારણ આવી જશે.

* 4 પાણી -વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે, અંકલેશ્વર ઉદ્યોગોને મળશે 225 કરોડ ખર્ચે કોમન ફેસિલિટી

* અત્યાર સુધી 6.28 કરોડનો ખર્ચ કરાયો, માતરીયા તળાવ : શહેરીજનોને વધુ એક પિકનિક સ્પોટ મળશે

* શહેર સાથે ગામડાંઓને પણ રાહત થશે, સાયખામાં 300 ટન ઘન કચરાને પ્રોસેસ કરતો પ્લાન્ટ શરૂ કરાશે

X
Vehicular movement will be easier in 2019 when Narmada Bridge is inaugurated
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી