અકસ્માત / ભરૂચ નજીક NH-48 પર ટ્રેલરે કારને અડફેટે લીધી, બે ઇજાગ્રસ્ત

DivyaBhaskar.com

Jan 03, 2019, 03:36 PM IST
Two person injured in road accident near bharuch
X
Two person injured in road accident near bharuch

  • અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ

ભરૂચઃ વડોદરાથી ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર અને એક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

કારનો આગળનો ભાગ ડેમેજ
1.સુરતનાં રહેવાસી પ્રવિણ લક્ષ્મણભાઈ લાઠીયા પોતાની કાર નંબર જીજે-05, જેસી-1756 લઈને પાલિતાણા ખાતે જઈ રહ્યા હતા. જેઓ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાલેજ-કરજણ વચ્ચે આવેલા દેથાણ પાસેની હોટલ વિશાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ટ્રેલર જેમાં લોખંડની ગડર ભરેલી હોય કારને રોંગ સાઈઢમાંથી ઓવરટેક કરવા જતાં ટ્રેલરમાં ભરેલી ગડર કારને અડી જડતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં ભરેલી લોખંડની ગડર કારના આગળનાં ભાગ ઉપર પડતાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ ડેમેજ થઈ ગયો હતો. 
મહિલા અને પુરૂષને ઇજા
2.કારમાં બેઠેલા ગૌરવભાઇને ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે પૂનમબહેનને પીઠનાં ભાગે ઈજા થતાં બન્ને ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે કરજણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી