ભરૂચમાં કાર અકસ્માતમાં બે મુસ્લિમ ધર્મગુરૂઓના મોત, મુસ્લિમ સમાજ શોકમાં ગરકાવ

કાર ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કોઇ અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી ગઇ

DivyaBhaskar.com | Updated - Nov 17, 2018, 11:54 AM
Two Muslim Religious leaders died in a car accident in bharuch

ભરૂચઃ ભરૂચના ઝાડેશ્વર પાસે આજે વહેલી સવારે કાર અકસ્માતમાં બે મુસ્લિમ ધર્મગુરૂઓના મોત નિપજ્યા છે. જેને પગલે મુસ્લિમ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં કાર અકસ્માતમાં બે મુસ્લિમ ધર્મગુરૂઓના મોત

ભરૂચના ઝાડેશ્વર નજીક આજે વહેલી સવારે મુસ્લિમોના ધર્મગુરૂ આસીફભાઇ ઇબ્રાહિમભાઇ પટેલ અને ઇસ્માલભાઇ મુસાભાઇ માકરોડ કાર(GJ-16-BN-4428) લઇને અંકલેશ્વર ખાતે આવેલા મદરેસામાં જવા માટે નિકળ્યા. તેઓ જ્યારે ઝાડેશ્વર પાસે પહોંચ્યા તે સમયે કાર ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કોઇ અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી ગઇ હતી. જેથી કારમાં સવાર બંને ધર્મગુરૂઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે બંને ધર્મગુરૂઓના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલી દીધા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુસ્લિમ ધર્મના બે ધર્મ ગુરૂઓના અકસ્માતમાં મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

Two Muslim Religious leaders died in a car accident in bharuch
Two Muslim Religious leaders died in a car accident in bharuch
X
Two Muslim Religious leaders died in a car accident in bharuch
Two Muslim Religious leaders died in a car accident in bharuch
Two Muslim Religious leaders died in a car accident in bharuch
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App