ઝઘડીયાની બંધ ફેક્ટરીમાંથી ઝડપાયું 75 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, બે આરોપીની ધરપકડ

DivyaBhaskar.com

Nov 17, 2018, 05:31 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ભરૂચઃ અમદાવાદ અને સુરત ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં ઝઘડીયા ખાતે બંધ ફેક્ટરીમાંથી 75 લાખની કિંમતના 'મ્યાઉ-મ્યાઉ' તરીકે ઓળખાતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો દોઢ કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડીઆરઆઇની ટીમે અમદાવાદ, સુરત અને અંકલેશ્વરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ જથ્થા સાથે બે આરોપીની પણ ડીઆરઆઇએ ધરપકડ કરી છે.

ઝઘડીયાની બંધ ફેક્ટરીમાંથી ઝડપાયું 75 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, બે આરોપીની ધરપકડ

પ્રાપ્ત માહિતી પ્રમાણે બાતમીને આધારે અમદાવાદ અને સુરત ડીઆરઆઇની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે બંધ હાલતમાં પડેલી ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ડીઆરઆઇની ટીમને જાણવા મળ્યું હતું કે, ફેક્ટરીમાં 'મ્યાઉ-મ્યાઉ' તરીકે ઓળખાતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. ડીઆરઆઇ વધુ તપાસ કરતા ફેક્ટરીમાંથી 75 લાખની કિંમતના 'મ્યાઉ-મ્યાઉ' તરીકે ઓળખાતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો દોઢ કિલોનો મળી આવ્યો હતો. તેની સાથે કલ્પેશ ડોડિયા અને મૌલિક પટેલ નામના બે શખ્સની પણ ધરપકડ કરી હતી.

ઝઘડીયાની ફેક્ટરીમાંથી ઝપડાયેલું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. અને આતંતીઓ એનર્જી ડ્રગ્સ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. આ ડ્રગ્સને મુંબઇ મોકલવામાં આવતુ હતું. મુંબઇથી કયા રાજ્યો અને દેશોમાં આ ડ્રગ્સનો સપ્લાય કરવામાં આવતો હતો. તે જાણવા માટે ડીઆરઆઇની ટીમે પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ પૈકી કલ્પેશ ડોડિયા આ પહેલા 2015માં પણ ડીઆરઆઇના હાથે પકડાયો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી