સુરતના પરિવારને પાલેજ નજીક નડ્યો અકસ્માત, કાર ખાડામાં ખાબકતા 3 લોકો ઇજાગ્રસ્ત

સુરતનો પરિવાર ભાવનગરથી દિવાળી પર્વની ઉજવણી કરીને સુરત તરફ પરત ફરી રહ્યો હતો

DivyaBhaskar.com | Updated - Nov 13, 2018, 09:40 AM
સુરતના પરિવારને પાલેજ નજીક નડ
સુરતના પરિવારને પાલેજ નજીક નડ

ભરૂચઃ ભરૂચ જિલ્લાના પાલેજ પાસે નેશનલ હાઇવે નં-48 પર સોમવારે રાત્રે સુરતના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સુરતના પરિવારને પાલેજ નજીક નડ્યો અકસ્માત

સુરતનો પરિવાર ભાવનગરથી દિવાળી પર્વની ઉજવણી કરીને સુરત તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ નજીક કારના ચાલકે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર હાઇવેની બાજુમાં ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં ભરત મોહનભાઇ પાનસેરીયા, કાજલબેન અશોકભાઈ લાખરીયા અને નયનાબેન ભરતભાઈ પાનસેરીયા ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

X
સુરતના પરિવારને પાલેજ નજીક નડસુરતના પરિવારને પાલેજ નજીક નડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App