આગ / ભરૂચમાં મકાન ખાલી કરાવતાં ભાડુઆત મહિલાએ દારૂ પીને માલિકનો ફ્લેટ ફૂકી માર્યો

આનંદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં અંગત અદાવતે મહિલાએ આગ ચાપી દેતા તમામ ઘરવખરી રાખ થઈ ગઈ હતી
આનંદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં અંગત અદાવતે મહિલાએ આગ ચાપી દેતા તમામ ઘરવખરી રાખ થઈ ગઈ હતી
X
આનંદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં અંગત અદાવતે મહિલાએ આગ ચાપી દેતા તમામ ઘરવખરી રાખ થઈ ગઈ હતીઆનંદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં અંગત અદાવતે મહિલાએ આગ ચાપી દેતા તમામ ઘરવખરી રાખ થઈ ગઈ હતી

  • મહિલાએ પહેલા ધમાચકડી મચાવતાં માલિક તેમના બે પુત્રો સાથે બહાર નીકળી ગયાં
  • ફલેટમાં આઠ લાખથી વધુનું નુકશાન થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ
  • આગ લગાડનારી મહિલાની પોલીસે ધરપકડ કરી જયારે તેનો પતિ ફરાર થઇ ગયો

Divyabhaskar.com

Jan 18, 2019, 12:26 AM IST

ભરૂચ: ભરૂચની જીએનએફસી ટાઉનશીપની બાજુમાં આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં રહેતાં રહીશના ફલેટમાં દારૂના ચિકકાર નશામાં ધસી આવેલી મહિલાએ આગ લગાવી દેતાં ફલેટ ધારકને આઠ લાખ રૂપિયા ઉપરાંતનું નુકશાન થયું છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે જયારે ફરાર થઇ ગયેલા તેના પતિને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. ફલેટ માલિકે તેમનું અન્ય મકાન દંપતિને રહેવા માટે આપ્યું હતું પરંતુ બાદમાં મકાન ખાલી કરાવી દેતાં દુશ્મનાવટ ઉભી થઇ હતી. મહિલા તથા તેના પતિએ ધમાલ કરતાં ફલેટના માલિક અને તેમના બે પુત્રો બહાર દોડી આવ્યાં હોવાથી આગની ઘટનામાં તેમનો બચાવ થયો છે.  

1. ભવાની દંપતિ અને સંજય પટેલ વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતાં
પોલીસ સુત્રીય માહિતી અનુસાર આનંદ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 14માં સંજય પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પિતાની ઓળખાણના કારણે તેમણે અવધુત નગર સોસાયટીના મકાન નંબર 104માં રહેતાં મિતેશ પ્રિતમ ભવાની અને તેની પત્ની જયોતિને પ્રિતમ રેસીડન્સીનું મકાન રહેવા માટે આપ્યું હતું. મકાન બાબતે ભવાની દંપતિ અને સંજય પટેલ વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતાં.
2. જયોતિ ભવાનીએ ફલેટમાં આગ લગાવી દીધી


બુધવારે રાત્રીના સમયે સંજય પટેલ તેમના બે પુત્રો સાથે તેમના આનંદ એપાર્ટમેન્ટના ઘરમાં હાજર હતાં. તે વેળા મિતેશ અને જયોતિ ભવાનીએ ત્યાં આવી ધમાચકડી મચાવી હતી. ચિક્કાર નશામાં આવેલી જયોતી ફલેટમાં ઘુસી જતાં સંજય પટેલ તેમના બંને પુત્રો સાથે બહાર દોડી આવ્યાં હતાં. દરમિયાન મિતેશ ભવાનીએ તેમની સાથે ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ગભરાયેલા સંજય પટેલ સી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. દરમિયાન જયોતિ ભવાનીએ તેમના ફલેટમાં આગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બધી ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી. બનાવ સંદર્ભમાં જયોતિ અને મિતેશ વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી