ધિંગાણું / ધિંગાણું/ ભરૂચના ભાડભુતમાં માછીમારો વચ્ચે ધિંગાણું: 15થી વધુ ઘાયલ, 44 સામે ફરિયાદ

Divyabhaskar.com

Dec 30, 2018, 11:42 PM IST
The Quarrel between the fishermen in Bharuch's bhadbhut: 15 more wounded

* ત્રણ પક્ષોની અલગ-અલગ કારણો સાથે ફરિયાદ, ધિંગાણાથી ભાડભૂતમાં અજંપાભરી શાંતિ

* મચ્છીમારીના વ્યવસાયની રસાકસી પણ વિખવાદનો મુદ્દો

* ઈજાગ્રસ્તોને વેલફેર, સિવિલમાં ખસેડાયાં

ભરૂચ: ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે માછીમારો વચ્ચેના આંતરિક વિખવાદને કારણે ધિંગાણું સર્જાયું છે. ગઇકાલે રાત્રીના સમયે બે જૂથો મારક હથિયારો સાથે સામ સામે આવી જતાં ઝઘડામાં 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે અન્ય કેટલાંયને નાની - મોટી ઇજાઓ થઇ હતી. ભાડભૂત ગામના એક જૂથના આગેવાનો એ ગ્રામ પંચાયતના વિકાસના કામોની વિગતો તેમજ ખર્ચ સહિત રેશનિંગની દુકાનમાં ચાલતી ગોબાચારીના આક્ષેપ સાથેની આરટીઆઇના કારણે ધિંગાણું સર્જાયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે બનાવો સંદર્ભે ત્રણ પક્ષોએ અલગ અલગ કારણો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ અનેકવાર ભાડભૂત ગામમાં હિંસક અથડામણો થઇ છે. ત્યારે બે જૂથો વચ્ચે મચ્છીમારીની રસાકસી સહિતના મુદ્દાઓથ કારણે વિખવાદ ચાલી રહ્યો હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં બે જૂથોના મતભેદના કારણે મોટું ઘર્ષણ સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

X
The Quarrel between the fishermen in Bharuch's bhadbhut: 15 more wounded
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી