નર્મદા / નર્મદા નદીમાં પાણી ખૂબ જ ઓછું થઈ જતાં સોમવતી અમાસે ચાણોદમાં શ્રદ્ધાળુની સંખ્યામાં ઘટાડો થયો

શ્રદ્ધા‌ળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મ‌ળ્યો
શ્રદ્ધા‌ળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મ‌ળ્યો

  • શ્રી કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો

Divyabhaskar.com

Feb 05, 2019, 03:15 AM IST

ચાણોદ: સોમવાર, વ્યતિપાત તથા સોમવતી અમાસના ત્રિવેણી યોગ સર્જાતા શ્રદ્ધાળુઓ તીર્થસ્થાન ચાંણોદ-કરનાળી ખાતે પહોંચ્યાં હતાં. જો કે શ્રદ્ધા‌ળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મ‌ળ્યો હતો. મા નર્મદાજીમાં છીછરા પાણીને કારણે શ્રદ્ધાળુઓ ત્રિવેણી-રેવારી નર્મદા સ્નાનનો લાભ નહીં લઈ શકતા સૌએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. શ્રી કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. ચાંણોદના વિજય શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ રવિવાર રાત્રીના 11.50થી અમાસ તીથીનો પ્રારંભ સાથે સોમવાર મધ્યરાત્રીના 2.34 મિનિટ સુધી સોમવતી અમાસનો યોગમાં પિતૃ-મોક્ષાર્થેની વિધિ-વિધાન શ્રેષ્ઠ ફળ આપનાર બની રહે છે. આમ પોષવદ અમાસને મૌની અમાસ પણ કહે છે.

ચાર હજાર લીટર કેસરયુક્ત દૂધનું વિતરણ કરાયું

સવારે 7.58 મિનિટથી વ્યતિપાત યોગ સર્જાતા શ્રદ્ધાળુઓએ દાન-પુણ્યનો લાભ લીધો હતો. કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવભક્તો દાદાના દર્શનનો લાભ લીધો હતો. તો વળી શ્રદ્ધાળુઓ પિતૃ-મોક્ષાર્થ માટેની નારાયણ બલી, કાલસર્પ જેવી વિધિ-વિધાન કરાવી સંતૃપ્તતા મેળવી હતી. શ્રી કુબેરેશ્વર ધામ ખાતે ચાર હજાર લીટર કેસરયુક્ત દૂધનું વિતરણ કરાયું હતું.

X
શ્રદ્ધા‌ળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મ‌ળ્યોશ્રદ્ધા‌ળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મ‌ળ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી