પાણી / ભરૂચમાં એરવાલ્વમાંથી પીવાનું પાણી મેળવવા લોકો મજબુર

Divyabhaskar.com | Updated - Jan 06, 2019, 01:26 AM
People in the Bharuch to get drinking water from the air valve
X
People in the Bharuch to get drinking water from the air valve

  • નર્મદા સુકીભઠ બની જતાં ભરૂચમાં ભુર્ગભ જળમાં ખારાશ વધી 
  • વાલ્વ તુટેલા વાલ્વમાંથી મીઠુ પાણી વેડફાઇ રહયું છે

ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં ભરૂચના કાંઠે નદી સુકીભઠ બની ચુકી છે. શિયાળાની વિદાયની સાથે હવે આકારા ઉનાળાના એંધાણ વર્તાઇ રહયાં છે તેવામાં નાંદથી મકતમપુર સુધી આવતી પાણી પુરવઠા વિભાગની લાઇનમાં એર વાલ્વમાંથી રોજના 2,500 લીટર જેટલું પાણી નિરર્થક વહી રહયું છે.  નદીમાં વધી રહેલી ખારાશના કારણે ભુર્ગભ જળ ખારા આવી રહયાં હોવાથી લોકો મીઠા પાણીની લાઇન પર લગાવેલા વાલ્વને તોડી મુખ્ય લાઇનમાંથી મીઠુ પાણી મેળવતાં હોવાનું જાણવા મળી રહયું છે.

 

 

વાલ્વને અસામાજીક તત્વો નુકશાન પહોંચાડી રહયાં છે
1.ભરૂચ તાલુકાના નાંદ ગામે પાણી પુરવઠા વિભાગનું પમ્પીંગ સ્ટેશન આવેલું છે. તેમાંથી રોજના 40 એમએલડી જેટલા પાણીને પમ્પીંગ કરી પાઇપલાઇનથી મકતમપુર ખાતે આવેલી પાણીની ટાંકી સુધી પહોંચાડવામાં આવે છે.  આ લાઇનમાં લગાડવામાં આવેલાં એર વાલ્વમાંથી રોજના 2,500 લીટર જેટલું પાણી નિરર્થક વહી રહયું છે. ભરૂચમાં ભુર્ગભ જળ ખારા થઇ રહ્યાં હોવાથી મીઠા પાણીની માંગમાં વધારો થતાં એર વાલ્વને તોડી તેમાંથી પાણી લોકો મેળવી લેતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એ.એમ. ગાવિતે જણાવ્યું હતું કે, નદીમાં પાણી ઓછુ છે તેવામાં વાલ્વને અસામાજીક તત્વો નુકશાન પહોંચાડી રહયાં છે. અાવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App