ભાજપ તાલુકા પ્રમુખના જન્મદિવસે ભરૂચમાં દારૂની મહેફિલ, 'મિત્રો'થી શરૂઆત કરી PMની મિમિક્રીમાં એકે અભદ્ર શબ્દો બોલ્યા

DivyaBhaskar.com

Dec 06, 2018, 11:14 AM IST
Bharuch: On the birthday of the President, the leaders deployed alcohol in the public place.
Bharuch: On the birthday of the President, the leaders deployed alcohol in the public place.
Bharuch: On the birthday of the President, the leaders deployed alcohol in the public place.

*અલ્પેશસિંહ રાજના જન્મદિવસની ઉજવણીમાં આગેવાનો છાકટા બની ગયાં : રોહીત નિઝામાએ PM નરેન્દ્ર મોદીની મિમિક્રી કરી મનોરંજન પુરૂ પાડ્યું

*હાઇવે નજીક આવેલા કોઇ શોપિંગની બહાર શિયાળાની ઠંડીમાં જમાવટ કરી

ભરૂચ: ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખની જન્મદિવસની પાર્ટીમાં છાકટા બનેલા આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરવા ઉપરાંત ભાજપના આગેવાનોની જાહેરમાં શરાબની મહેફીલ ચર્ચાનો વિષય બની છે. રાજયના મુખ્યમંત્રી દારૂબંધીના કાયદાને કડક બનાવી રહયાં છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના આગેવાનો તેને ઘોળીને પી રહયાં છે. મુખ્યમંત્રી પહેલા તેમની જ પાર્ટીના કાર્યકરો સામે અનુકરણીય પગલાં ભરે તેવી લોકો હવે માંગ કરી રહયાં છે.

ભરૂચમાં બુધવારે વાઇરલ થયેલા વીડીયોએ રાજકારણમાં ભુકંપ લાવી દીધો છે. આ વીડીયોમાં ભાજપના ભરૂચ તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, આગેવાન રોહિત નિઝામા સહિતના આગેવાનો નજરે પડી રહયાં છે. નેશનલ હાઇવે નજીક આવેલાં એક શોપિંગની બહાર આ અાગેવાનોએ ટેબલ પર શરાબ અને કબાબની મહેફીલ જમાવી છે. સત્તાની સાથે દારૂના નશામાં ચૂર બનેલા ભાજપી આગેવાનો તેમની મર્યાદા ગુમાવી દીધી છે. નશામાં ધુત બનેલા આ લોકોએ ભાજપની આબરૂના લીરેલીરા ઉડાવી નાંખ્યાં હતાં.

નશામાં ચકચુર રોહિત નિઝામાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરી હતી. સોશિયલ થયેલા વીડીયોમાં તેઓ વડાપ્રધાનની સ્ટાઇલમાં મિત્રો, આ બર્થ ડે અમુક માટે જ છે, બીજા માટે નથી તેમ કહી અસભ્ય શબ્દોનો પ્રયોગ કરતાં જણાઇ રહયાં છે. જયાં એક તરફ રાજયમાં દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે ત્યાં ખુદ ભાજપના આગેવાનો જ તેના લીરા ઉડાવી રહયાં છે. આ બાબતે ભરુચ તાલુકા ભાજપ પ્રમુખનો સંપર્ક થઇ શકયો ન હોવાથી તેમની પ્રતિક્રિયા જાણી શકાઇ નથી.

ભાજપને પેપરલીક કાંડ બાદ વધુ એક ધબ્બો લાગ્યો

તાજેતરમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયું હતું અને 9 લાખ બેરોજગાર યુવક અને યુવતીઓનું ભાવિ જોખમાયું હતું. પેપર લીક કરવામાં ભાજપના જ આગેવાનો અને કાર્યકરોની સંડોવણી બહાર આવી હતી. પેપર લીકના મુદે ભાજપની ખરડાયેલી છબીને ભરૂચ તાલુકા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ વધુ દાગદાર બનાવી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે.

મને ખબર નથી, પણ જવાબદારો સામે કાર્યવાહી થશે

ભરુચ તાલુકા ભાજપના હોદેદારોના વાઇરલ વીડીયો અંગે મને હજી સુધી કોઇએ જાણ કરી નથી. ભાજપ શિસ્તમાં માનનારી પાર્ટી છે. કોઇ પણ જવાબદાર હશે તેમની સામે પાર્ટી પગલાં ભરશે. યોગેશ પટેલ, પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ

X
Bharuch: On the birthday of the President, the leaders deployed alcohol in the public place.
Bharuch: On the birthday of the President, the leaders deployed alcohol in the public place.
Bharuch: On the birthday of the President, the leaders deployed alcohol in the public place.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી