ભરુચ / જીવાદોરી નર્મદાના નીર અભડાયાઃ પાણી પીવાલાયક ના રહ્યું, TDSનું પ્રમાણ 4842 PPM

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  •  નર્મદા બચાવ સમિતિએ લીધેલા પાણીના નમૂનામાં ચોંકાવનારો ખુલાસો

Divyabhaskar.com

Feb 09, 2019, 08:30 AM IST

અંકલેશ્વર: નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડાતાં નદીમાં દરિયાના પાણી વધી રહ્યાં છે. નર્મદા બચાવ સમિતિએ તાજેતરમાં ભરૂચમાં નર્મદાનું અસ્તિત્વ કેટલું અને ક્યાં સુધી બચ્યું છે એ જાણવા સમુદ્ર સંગમ સ્થાનના 30 કિમી અંતરથી 20 કિમીના પટ્ટામાં પાણીના નમૂનાની તપાસ કરાવી હતી. જેમાં TDSની માત્રા સરેરાશ 4842 PPM જેટલી આવી છે. 500 TDSવાળું પાણી જ પી શકાય તેમ હોવાથી રીપોર્ટ મુજબ ડેમના હેઠવાસના વિસ્તારમાં હવે નર્મદાના પાણી પીવાલાયક રહ્યાં નથી. 

1. દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યામાં પણ ઘટાડો
મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી 1312 કિમીની યાત્રા બાદ કતપોર ગામ નજીક નર્મદા અરબી સમુદ્રમાં ભળી જાય છે. ડેમમાંથી પાણી નહિ છોડાતાં 157 કિમીના હેઠવાસના વિસ્તારમાં નદી દરિયો બની ચૂકી છે. ભરતી વેળા દરિયાના પાણી નાંદ સુધી પહોંચી જાય છે. બીજી તરફ, ડેમમાંથી પાણી આવતું ન હોવાથી દરિયાનાં પાણી નદીમાં જ રહી જતાં ખારપાટની સમસ્યા વધી છે. ભૂર્ગભ જળ ખારા આવી રહ્યાં છે. પાણી ખારાં થતાં દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 
TDS એટલે શું? : પાણીમાં રહેલા મિનરલ (તત્ત્વો)ની હાજરી જાણવા ટોટલ ડીસ્લોવ સોલીડનો ટેસ્ટ કરાય છે. 300થી વધુ ટીડીએસવાળુ પાણી પીવાલાયક હોતું નથી. વધારેની સાથે ઓછા ટીડીએસવાળુ પાણી પણ શરીરને નુકશાન કર્તા હોય છે. આ પાણી પીવાથી માનવી વિવિધ બિમારીનો ભોગ બની શકે છે.
2. હેઠવાસમાં નર્મદા નદીનું વહેણ બદલાયું છે
ભરૂચના ગોલ્ડન બ્રિજથી હેઠવાસમાં નદીનું વહેણ બદલાઈ ગયું છે. નદી ઉત્તરથી હવે દક્ષિણમાં વહે છે. અંકલેશ્વરમાં અઢી કિમી ભાથું હતું, હવે બદલાઈ ગયું. આ ડેમની આડઅસરનો ભાગ છે. અમારી સંસ્થાએ નદીના સંગમસ્થાનથી અલગ અલગ કીલોમીટરના અંતરે આવેલાં સ્થળોએથી પાણીના નમુના લીધાં છે. જેમાં ટીડીએસનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધારે આવ્યું છે જે ચિંતાજનક બાબત છે. - જયેશ પટેલ - અધ્યક્ષ, નર્મદા બચાવો સમિતિ
3. ભરતીના પાણી આવે તો જ બોટ ચાલી શકે છે
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું ન હોવાથી નદીમાં પાણી જ રહ્યાં નથી. દરિયાની ભરતીના પાણી આવે તો જ અમારી બોટ ચાલે અને અમે માછીમારી કરવા જઇ શકીએ છીએ. માછીમારીનો વ્યવસાય હવે નાશ પામવા લાગ્યો છે. - મહેન્દ્ર માછી - માછીમાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી