પિયરમાં જવાનું ન મળતાં ભરૂચની પરિણીતાએ પુત્રને ફાંસો આપી પોતે પણ પંખા સાથે ફંદો બનાવી કર્યો આપઘાત

પતિ રેલવેમાં સિગન્લ મિકેનિક તરીકે ફરજ બજાવે છે: નોકરીમાંથી રજા ન મળતાં વતન જઇ શકાતું ન હતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 27, 2018, 12:08 AM
Mother and son suicide in Bharuch

- બિહારના મુબારકપુરનું ચૌધરી દંપતિ અઢી વર્ષથી નવી વસાહતમાં રહેતું હતું

- પતિ સવારે 8 વાગ્યે નોકરીએ ગયાં, સાંજે પરત આવ્યાં ત્યારે પરિવાર નંદવાયો

- દિવાળીથી પત્નીએ પિયરમાં જવાની જીદ પકડી, જીદ પુરી ન થતાં ભરેલું પગલું

ભરૂચ: ભરૂચની નવી વસાહતમાં રહેતાં અને રેલવેના કર્મચારીની પત્નીએ પહેલા ત્રણ વર્ષના પુત્રને ગળે ટુંપો દઇ હત્યા કર્યા બાદ પોતે પણ પંખા સાથે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સોમવારે મોડી સાંજે બની હતી. રેલવના કર્મચારીએ તેમની પત્નીએ દિવાળીના તહેવાર પર વતનમાં જવાની જીદ પકડી હતી પણ રજા ન મળવાના કારણે સતીષ તેને વતનમાં લઇ જઇ શકયો ન હતો. આ વાતનું માઠુ લાગી આવતાં પત્ની પુષ્પાકુમારીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બિહારના ગયા જિલ્લાના મુબારકપુર ગામના રહેવાસી 31 વર્ષીય સતીષ ચૌધરી 10 વર્ષથી રેલવે વિભાગમાં ઇલેકટ્રીક સિગ્નલ મીકેનીક તરીકે ફરજ બજાવે છે. તેમની બદલી થતાં તેઓ અઢી વર્ષથી ભરૂચ શહેરની નવી વસાહતમાં ભાડાના મકાનમાં રહે છે.

પત્ની દિવાળીના તહેવારમાં વતનમાં જવાની જીદ કરતાં હતાં

તેમના પરિવારમાં પત્ની પુષ્પાકુમારી અનેત્રણ વર્ષીય પુત્ર ઇશાનનો સમાવેશ થાય છે. તેમના લગ્નનો 2012માં થયાં હતાં. સોમવારે સાંજે સતીષ ચૌધરી સાત વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા ત્યારે ઘરની લાઇટો બંધ હતી પણ દરવાજો ખુલ્લો હતો. તેમણે પંખા સાથે પત્ની પુષ્પાને લટકતી જોઇ બુમરાણ મચાવતાં લોકો દોડી આવ્યાં હતાં. એ ડીવિઝન પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં ત્રણ વર્ષીય ઇશાનનું ગળુ કાળા રંગના કપડાથી દબાવી દેવાયું હતું જયારે પુષ્પાએ પલંગ પર ટેબલ મુકી પંખા સાથે ઓઢણીનો ગાળિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. સતીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમના પત્ની દિવાળીના તહેવારમાં વતનમાં જવાની જીદ કરતાં હતાં પરંતુ નોકરીમાંથી રજા મળતી ન હોવાથી મે તેને પછી જઇશું તેમ કહયું હતું. આ બાબતે ઝગડો થતો હતો જેમાં તેણે આ પગલું ભરી લીધું છે. બનાવ અંગે મૃતકના બિહાર ખાતે રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે આગળ વાંચો... પુષ્પાકુમારીએ 500 તથા 2,000ની ચલણી નોટો ફાડી નાંખી

500 તથા 2,000ની ચલણી નોટો ફાડી નાંખી
500 તથા 2,000ની ચલણી નોટો ફાડી નાંખી

પુષ્પાકુમારીએ 500 તથા 2,000ની ચલણી નોટો ફાડી નાંખી

 

દિવાળીના તહેવારમાં વતન બિહાર જવા માટે પુષ્પાકુમારી જીદ કરતી હતી. આ બાબતે તેના પતિ સાથે ઝગડા થયાં કરતાં હતાં. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે રૂમમાંથી 500 તથા 2000ની ચલણી નોટો ફાટેલી હાલતમાં મળી આવી હતી. આ નોટો પુષ્પાકુમારીએ ફાડી હોવાનું અનુમાન છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... મૃતક પુત્રના રમકડાઓની સામે પિતા બેશુદ્ધ બની બેસી રહ્યાં

મૃતક પુત્રના રમકડાઓની સામે પિતા બેશુદ્ધ બની બેસી રહ્યાં
મૃતક પુત્રના રમકડાઓની સામે પિતા બેશુદ્ધ બની બેસી રહ્યાં

 મૃતક પુત્રના રમકડાઓની સામે પિતા બેશુદ્ધ બની બેસી રહ્યાં

 

પત્નીની પિયરમાં જવાની જીદના કારણે ચૌધરી પરિવારનો માળો પિંખાય ગયો છે. પત્ની અને પુત્રના મૃતદેહ જોઇને સતીષ ભાંગી પડયો હતો. કલાકો સુધી તે તેના પુત્ર ઇશાનના રમવાના રમકડાને ટાંકીને જોયા કરતો હતો. બેશુધ્ધ બની ગયેલા સતીષને હોંશ આવ્યાં બાદ તેણે ઘટના વર્ણવી હતી.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... સતીષે એક વખત રીઝર્વેશન કરાવવા પ્રયાસ કર્યો પણ ટિકિટ મળી ન હતી

 

માતા પુષ્પાકુમારીએ 3 વર્ષના માસુમ ઇશાન ચૌધરીને ઓઢણીથી ગળે ફાંસો આપી દીધો
માતા પુષ્પાકુમારીએ 3 વર્ષના માસુમ ઇશાન ચૌધરીને ઓઢણીથી ગળે ફાંસો આપી દીધો

સતીષે એક વખત રીઝર્વેશન કરાવવા પ્રયાસ કર્યો પણ ટિકિટ મળી ન હતી

 


પત્નીએ પિયરમાં જવાનું કહેતાં સતીષે પત્ની અને પુત્ર માટે એક વખત વતનમાં જવા માટે ટ્રેનમાં રીર્ઝવેશન કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીકીટ મળી ન હતી. સતીષે રજા માંગતા અધિકારીઓએ અન્ય કર્મચારીઓ રજા પર છે તે પરત આવશે એટલે રજા આપીશું તેમ જણાવ્યું હતું. સતીષ પોતાને રજા મળે તેની રાહ જોઇ પત્ની અને પુત્ર સાથે જ વતન જવાનો હતો પરંતુ તે દરમિયાન પત્નીએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહયું છે.

X
Mother and son suicide in Bharuch
500 તથા 2,000ની ચલણી નોટો ફાડી નાંખી500 તથા 2,000ની ચલણી નોટો ફાડી નાંખી
મૃતક પુત્રના રમકડાઓની સામે પિતા બેશુદ્ધ બની બેસી રહ્યાંમૃતક પુત્રના રમકડાઓની સામે પિતા બેશુદ્ધ બની બેસી રહ્યાં
માતા પુષ્પાકુમારીએ 3 વર્ષના માસુમ ઇશાન ચૌધરીને ઓઢણીથી ગળે ફાંસો આપી દીધોમાતા પુષ્પાકુમારીએ 3 વર્ષના માસુમ ઇશાન ચૌધરીને ઓઢણીથી ગળે ફાંસો આપી દીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App