નર્મદા / ભરૂચના કાંઠે નર્મદાના પટમાં મીઠાની ચાદર, પાટડીના રણમાં નર્મદાના નીરનો વેડફાટ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક ખારાશના કારણે મીઠાની સફેદ ચાદર છવાય રહી છે
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક ખારાશના કારણે મીઠાની સફેદ ચાદર છવાય રહી છે
X
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક ખારાશના કારણે મીઠાની સફેદ ચાદર છવાય રહી છેભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક ખારાશના કારણે મીઠાની સફેદ ચાદર છવાય રહી છે

  • સરકારની બેદરકારીથી  3 વર્ષમાં 11 મી વખત મીઠાના અગરો પર નર્મદાના પાણી ફરી વળ્યાં
  •  ડેમમાંથી પાણી નહીં છોડાતાં નદીની હાલત દિન પ્રતિદિન દયનીય બની રહી છે
  • નર્મદાના પાણી વાપરી નહીં શકનારા અંકલેશ્વરમાં દર વર્ષે સર્જાતી કટોકટી
  • અંકલેશ્વર પીવા, સિંચાઇ તથા ઉદ્યોગોના પાણી માટે ઉકાઇ કેનાલ પર નિર્ભર

Divyabhaskar.com

Feb 01, 2019, 11:14 PM IST

અંકલેશ્વર: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી કેનાલોમાં છોડવામાં આવતું પાણી કચ્છના નાના રણમાં નિરર્થક વહી જાય છે જેના કારણે પાટડીના મીઠાના અગરોમાં નર્મદાના પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ ડેમમાંથી પાણી વિના 157 કીમીનો હેઠવાસના વિસ્તારમાં નર્મદા નદી સુકીભઠ બની છે. અંકલેશ્વર પીવા, સિંચાઇ અને ઉદ્યોગોના પાણી માટે ઉકાઇ કેનાલ પર નિર્ભર છે.  

ડેમમાંથી કેનાલોમાં છોડાતું પાણી કચ્છના નાના રણમાં નિરર્થક વહી જાય છે

1. નહેર બંધ થતાં જ પાણી સમસ્યા શરુ થઇ જાય છે
છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વરમાં પાણીની મોકળા ભર શિયાળે જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ નર્મદા કાંઠે વસેલું અંકલેશ્વર આજે પણ તાપીના નીર પર નિર્ભર છે. અને ઉકાઈ ડેમમાંથી 200થી વધુ કીમી કેનાલ મારફતે પાણીની જરૂરિયાત સંતોષે છે. નહેર બંધ થતાં જ પાણી સમસ્યા શરુ થઇ જાય છે. એટલુંજ નદી થી માંડ 6 કીમી અંતરે વસેલું અંકલેશ્વર હોવા છતાં નદીના બાજુના પટમાં પણ સૌથી વધુ ટીડીએસ માત્રાના પાણી સાથે ખારું પાણી નીકળી રહ્યું છે. જે પીવા માટે તો ઠીક ઉદ્યોગો માટે પણ બિન જરૂરી બન્યું છે. 
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવે છે પણ યોગ્ય આયોજનના અભાવે આ પાણી છેલ્લે કચ્છના નાના રણમાં પહોંચી જાય છે. સુરેન્દ્રનગરના પાટડી સહીતના વિસ્તારોમાં મીઠાના અગરોમાં નર્મદા પાણી ફરી વળતાં અગરીયાઓની હાલત કફોડી બની છે. છેલ્લા 3 વર્ષમાં પાટડીનું રણમાં નર્મદાના પાણીનો વેડફાટ થયો છે. બીજી તરફ ભરૂચ કાંઠા પર નર્મદા નદીમાં બંને તરફ ખારાશના કારણે આપો આપ મીઠું પાકી રહ્યું હોવાની સફેદ ચાદર જોવા મળી રહી છે.
3. રાજ્યની નદીઓને બે કાંઠે વહેતી કરનાર નર્મદા નદી આજે માત્ર ખાડી
રાજ્યના 8 મહાનગરપાલિકા, 9900 ગામડાં, 168 નગરોમાં પાણી આપતી નર્મદા નદી રાજ્ય સાબરમતી, વિશ્વામિત્રી, મહીસાગર, સાહિતિ અંસખ્ય નદી 2 કાંઠે વહેતી કરી પણ આજે ભરૂચ નજીક 1250 મીટર લાંબો નર્મદા નદીનો પટ  આજે સમેટાયને માત્ર 400 મીટર વિસ્તાર વહેતી થઇ ગય છે.  
4. સરદાર સરોવર ડેમમાં દરવાજા લાગતા પાણીનો પ્રવાહ ઘટી ગયો
સરદાર સરોવર ડેમમાં સરકાર દ્વારા દરવાજા બેસાડતાં જ નર્મદા નદી જે પાણી આવતું હતું તે બંધ થઇ જતા આજે  નર્મદા નદી ભરૂચ નજીક દરિયામાં પરિવર્તિત થઇ જવા પામી છે. કોર્ટ આદેશ  મુજબ પાણી નિયમિત નદી વહેતી રાખવા છોડવામાં આવતા પાણીમાં તંત્રની લોલમલોલ નીતિને લઇ ભરૂચવાસીઓ નર્મદા નદી બદલે દરિયાઈ પટમાં રહેવું પડશે. 
5. સામાજિક સંસ્થાનો ની નર્મદા માટે લડાય પણ રાજકીય મૌન
નર્મદા નદીની ભરૂચમાયા થયેલી અવદશા પાછળ સંસ્થાનિક રાજકીય આગેવાનો નબળી નેતાગીરી અને અકડ મૌનને લઇ નર્મદા તેનું અસ્થિત્વ ગુમાવી દીધું છે. જે માત્ર આજે સામાજિક સંસ્થાઓ અને એનજીઓ આગળ નર્મદા અસ્થિત્વ ટકાવી રાખવા કાનૂની લડત ચલાવી રહ્યા છે. તેની સામે જિલ્લાની નબરી નેતાગીરી થી નર્મદા નદી ભરૂચમાં ભૂંસાય રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી