કોલસાનો કારોબાર / હાંસોટના આલિયાબેટમાં જંગલી બાવળમાંથી કોલસા બનાવવાની 25થી વધારે ભઠ્ઠીઓ ઝડપાઈ

Illegitative coal is made in Aliaabat of Hansot
X
Illegitative coal is made in Aliaabat of Hansot

  • મામલતદારની આકસ્મિક તપાસમાં ગોરખધંધાનો થયેલો પર્દાફાશ
  • 8 વર્ષ ઉપરાંતથી દર વર્ષે કોલસા પાડવાની ગેરકાયદે પ્રવૃતિ
  • 2 કિમીના વિસ્તારમાં ઉગી નીકળેલા બાવળના અસંખ્ય વૃક્ષોનું નિકંદન કઢાયું હોવાનું ખુલ્યું

Divyabhaskar.com

Jan 06, 2019, 11:49 PM IST
હાંસોટઃ  આલિયાબેટ પર ઉગતા જંગલી બાવળોને કાપી તેમાંથી કોલસા પાડવાના કાળા કારોબારનો તંત્રએ પર્દાફાશ કર્યો છે. આલીયાબેટની આકસ્મિક મુલાકાતમાં ગયેલા અધિકારીઓને માત્ર બે કીમીના વિસ્તારમાં જ કોલસા પાડતી 25થી વધારે ભઠ્ઠીઓ મળી આવી હતી. કોલસા પાડવા માટે 5 હેકટરથી વધારે વિસ્તારમાં રહેલા જંગલી બાવળના હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. બાવળના વૃક્ષો કાપી તેમાંથી કોલસો પાડવાના ગોરખધંધાને અટકાવવા માટે મેગા સર્ચ ઓપરેશનની તૈયારીઓ કરી રહયું છે. બાવળમાંથી કોલસો બનાવવા માટે હાંસોટ ગ્રામ પંચાયતે પરવાનગી આપી હોવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ આલીયાબેટ વાગરાની કલાદરા ગ્રા. પંચાયતમાં આવતો હોવાથી પરવાનગી સામે પણ તપાસ જરૂરી બની છે.

જીંગા તળાવના કૌભાંડના 3 વર્ષ બાદ આલીયાબેટ ફરી ચર્ચામાં

50થી વધારે ભઠ્ઠીઓ હોવાનું અનુમાન છે, આજે વધુ તપાસ થશે
1.આલિયાબેટમાં મામલતદાર કચેરી તથા વન વિભાગના 14થી વધુ કર્મચારીઓ સાથે આલીયાબેટની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં કોલસો પાડવાની 25થી વધારે ભઠ્ઠીઓ મળી આવતાં તેને સીઝ કરવામાં આવી છે. આખા આલીયાબેટમાં આવી 50થી વધારે ભઠ્ઠીઓ હોવાનું અનુમાન છે તેથી આજે સોમવારે વધારે સ્ટાફ સાથે સર્ચ ઓપરેશન કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. - મિરાંત પરીખ, આઇએએસ, મામલતદાર, હાંસોટ
 
ચોમાસા સિવાયના 8 મહિના ધમધમતી ભઠ્ઠીઓ
2.કોલસાનો કાળો કારોબાર કરનારાઓ સૌરાષ્ટ્ર તરફથી શ્રમજીવીઓને બોલાવી તેમની પાસે બાવળના વૃક્ષોની સફાઇ કરાવે છે. ચોમાસાના ચાર મહિના સિવાય વર્ષના આઠ મહિના સુધી તેઓ આલિયાબેટ પર ધામો નાંખીને બાવળમાંથી કોલસા બનાવવાની પ્રવૃતિ કરતાં હોય છે.  છેલ્લા આઠ વર્ષ ઉપરાંતથી આલીયાબેટ પર કોલસો પાડવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાનું અનુમાન છે.
જંગલી બાવળમાંથી કોલસા કેવી રીતે બનાવાય છે
3.નર્મદા નદીના કાંપના કારણે આલિયાબેટનું સર્જન થયું છે. કાંપવાળી જમીન હોવાથી ત્યાં કોઇ પણ વનસ્પતિ સરળતાથી ઉગી જાય છે. આલિયાબેટમાં ઉગતા જંગલી બાવળને જેસીબીથી કાપીને તેના લાકડા બનાવવામાં આવે છે. આ લાકડાને ભઠ્ઠીમાં સળગાવી તેમાંથી કોલસા પાડી તેને સીધા વેપારીઓને વેચી દેવામાં આવે છે.  
 
લાકડાનો મણનો ભાવ 130 રૂા., કોલસાનો ભાવ 100 રૂા.
4.સામાન્ય રીતે એક મણ ( 20 કીલો) લાકડાનો ભાવ બજારમાં 120 થી 130 રૂપિયા ચાલી રહયો છે. જેની સામે જંગલી બાવળમાંથી પાડવામાં આવેલાં કોલસો વેપારીઓને એક મણના 100 રૂપિયાના ભાવથી વેચવામાં આવતો હોવાની વિગતો તંત્રની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી