નવા વર્ષે જ અંકલેશ્વરમાં ચાર અલગ-અલગ સ્થળે અકસ્માત, ચારના મોત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ વે પર અકસ્માતના પગેલ હળવો ટ્રાફિકજામ સર્જાયો

DivyaBhaskar.com | Updated - Nov 08, 2018, 04:30 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ભરૂચઃ નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ વે પર બે અકસ્માત સર્જાયેલા નવા વર્ષે જ હાઈ વે લોહીથી ખરડાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.ચારેય અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત


અકંલેશ્વરમાં ચાર અલગ અલગ સ્થળો પર સર્જાયેલા ચાર અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બે અકસ્માત એક્સપ્રેસ હાઈ વે પર, એક ગોલ્ડન બ્રિજ અને એક રાજપીપળા ચોકડી નજીક સર્જાય હતા. તમામ ચારેય અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોતી નીપજ્યા હતદા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

એક્સપ્રેસ હાઈ વે પર અકસ્માતના પગેલ હળવો ટ્રાફિકજામ સર્જાયો

નેશનલ હાઈ વે પર અકસ્માતના પગલે એક સાઈડમાં થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ત્યારબાદ અકસ્માત ગાડીઓ રોડ પરથી ખસેડી લેવામાં આવતા ટ્રાફિક રાબેતા મુજબ થઈ ગયો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App