છેડતી / અંકલેશ્વરમાં કોંગી આગેવાને મહિલાની બાજુમાં બેસી તેનો હાથ પકડી લીધો

Congress leader in Ankleshwar molested woman
X
Congress leader in Ankleshwar molested woman

  • મામલતદાર કચેરીમાં જાતિનો દાખલો મેળવવા માટે ફોર્મ ભરતી હતી
  • નુરમહંમદ કુરેશી વિરૂદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com

Jan 06, 2019, 12:04 AM IST

અંકલેશ્વર: અંકલેશ્વરની મામલતદાર કચેરીમાં જાતિનો દાખલો કઢાવવા ગયેલી મહિલાનો કોંગી આગેવાને હાથ પકડી લીધો હોવાની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરણિતા દાખલા માટે ફોર્મ ભરી રહી હતી તે વેળા આગેવાન તેની બાજુમાં બેસી ગયો હતો અને હાથ પકડીને તેની પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. હાલ તો પોલીસે ભુર્ગભમાં ઉતરી ગયેલા આરોપી આગેવાનને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

 

પોલીસ ફરિયાદ ન કરવા ભારે દબાણ કર્યું હતું
1.પરણિતા તેના પુત્ર સાથે 3 તારીખે અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે ગઇ હતી. જ્યાં કચેરી બહાર ફોર્મ ભરવા માટે એજન્ટ પાસે બેઠા હતા તે દરમિયાન મુલ્લાવાડ ખાતે મરઘીની દુકાન ધરાવતા અને હાઉસિંગ બોર્ડમાં રહેતા કોંગ્રેસના આગેવાન નૂરમહંમદ ઉર્ફે નુરૂભાઈ અહેમદ કુરેશી તેમની બાજુમાં બેસી ગયા હતાં. તેમણે પરણિતાનો હાથ પકડી તેની પાસે  મોબાઈલ નંબરની માગણી કરી હતી. પરણિતાનો વિરોધ કરવા છતાં તેણે  કનડગત ચાલુ રાખતા પરણિતા હંગામો કરી પતિને બોલાવી લીધો હતો. પોલીસ ફરિયાદ ન કરવા ભારે દબાણ કર્યું હતું. જો કે પરણિતા અંતે બીજા દિવસે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નૂરમહંમદ ઉર્ફે નુરૂભાઈ અહેમદ કુરેશીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
તપાસ એસટીએસસી સેલને સોંપાઇ છે
2. હાલ મહિલા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ આધારે તેમનો હાથ પકડવા તેમજ વાતચીત કરી છેડતીનો તેમજ એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો છે. તપાસ એસ.ટી.એસ.સી સેલ ડીવાયએસપી ભરૂચને સોંપાઇ છે. - એલ.એ. ઝાલા, ડી.વાય.એસ.પી અંકલેશ્વર
ફરિયાદ ના નોંધાવા માટે ધમપછાડા પણ કર્યા
3.પરિણીતાની છેડતી કર્યા બાદ મામલો પોતાની હાથમાં થી છટકતા કોંગ્રેસના આગેવાને પરણિતાનો પીછો કરી રસ્તામાજ રોકી ફરિયાદના કરવા માટે ધમપછાડા કર્યા હતા જો કે પરણિતા અને તેના પરિવાર દ્વારા મચક ના આપતા અંતે બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાય હતી.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી