અકસ્માત / અંકલેશ્વરની નાલંદા સ્કૂલ નજીક થયેલા અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા

divyabhaskar.com

Dec 31, 2018, 10:00 PM IST
CCTV footage of Ankleshwar accident near Nalanda School came in front

*કારનાં ચાલકે 2 મોટર સાઇકલને અડફેટે લઈ 3 યુવકોને ઉડાવ્યા હતા

અંકલેશ્વર:અંકલેશ્વરની રાજપીપલા રોડ પર આવેલી નાલંદા સ્કૂલ નજીક ગત તારીખ 29 ડિસેમ્બરનાં રોજ એક કાર ચાલકે 2 બાઈકને અડફેટે લેતાં 3 યુવકોને ફંગોળ્યા હતા. બંને બાઈક ઉપર રહેલા 3 યુવકોને ઇજા પહોંચી હતી. જે પૈકી એકની હાલત ગંભીર હોવાની સાથે વધુ સારવાર અર્થે તેને સુરત ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પુરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે બન્ને બાઈકને અડફેટે લીધી હોવાનું દેખાઈ આવે છે.

આ બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા અને ચપ્પલની એજન્સીમાં કામ કરતા દિપક મોરદાણી સાથી કર્મચારી મોહસીન દીવાન સાથે ગત તારીખ 29મીનાં રોજ ઉઘરાણી માટે નીકળ્યા હતા. તેવામાં મીરાંનગર- શાંતિનગર થી ઉઘરાણી કરી પરત ફરી રહ્યા હતા. દરમિયાન નાલંદા સ્કૂલ પાસે જી.જે.16.સી.એચ.7586ની કાર ચાલકે તેમની તેમજ અન્ય એક ઈસમની બાઈકને અડફેટેમાં લેતા ત્રણેય જણા રોડ ઉપર પટકાયા હતા.

દિપક તેમજ મોહસીન ઉપરાંત અન્ય બાઈક ચાલક અંકિત યાદવને ઈજાઓ પહોંચી હતી. જેમને 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી મોહસીન દીવાનને ગંભીર હાલતમાં સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે શહેર જીઆઇડીસી પોલીસ મથકે કાર ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી સામે આવ્યા છે.

X
CCTV footage of Ankleshwar accident near Nalanda School came in front
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી