સર્જરી / અંકલેશ્વરમાં 6 સેમી ચીરો મૂકી હાડકું કાપ્યા વગર બાયપાસ સર્જરી કરાઈ

Divyabhaskar.com | Updated - Jan 06, 2019, 11:39 PM
સરદાર પટેલ હોસ્પિ. ખાતે સફળ સર્જરી
સરદાર પટેલ હોસ્પિ. ખાતે સફળ સર્જરી
X
સરદાર પટેલ હોસ્પિ. ખાતે સફળ સર્જરીસરદાર પટેલ હોસ્પિ. ખાતે સફળ સર્જરી

  • સરદાર પટેલ હોસ્પિ. એન્ડ હાર્ટ એન્ડ ઇન્સ્ટિ.ના તબીબીએ અનોખી સિદ્ધિ મેળવી
  • મુંબઈ થી વડોદરા  સુધીમાં પ્રથમ વખત સર્જરી કરાઈ

અંકલેશ્વરઃ શહેરમાં માત્ર 6 સેમી ચીરો મૂકી હૃદય બાયપાસ સર્જરી કરવામાં આવી છે. મુંબઈ થી વડોદરા  સુધીમાં પ્રથમ વખત સર્જરી અને તે પણ સરકારની મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનામાં નિઃશુલ્ક સર્જરી કરાય છે. સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ તબીબીએ અનોખી  સિદ્ધિ મેળવી છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વાર વાલ્વ પ્રત્યારોપણ કરી ડૉ. રવિસાગર પટેલ ઇતિહાસ સર્જ્યો છે.

4 કલાક સુધી ઓપરેશન ચાલ્યું
1.ભરૂચના ઈતકલા ગામના રાજુભાઈ સોલંકીને છેલ્લા કેટલાક વખતથી છાતીનો દુખાવો ઉપાડ્યો હતો. જેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટ્રીટયુટ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમની એન્જોગ્રાફીના બાયપાસ સર્જરી કરવાનું નિદાન થયું હતું. જેથી તે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટ્રીટયુડ ખાતે મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના હેઠળ દાખલ થયા હતા. આ સર્જરી ફક્ત 6 સેમી જેટલા નાના ચીરા (કીહોલસર્જરી) કે જે જમણી બાજુની પાંસળીમાં કરવામાં આવ્યું હતું. અને ત્યાંથી છાતી ખોલ્યા વગર કે કોઈપણ હાડકું કાપ્યા વગર કરવામાં આવી હતી. 4 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં સર્જરી કરનાર ડૉ. રવિસાગર પટેલ, તેમજ એનેસ્થેસિયા માટે ડૉ વિકેશ રેવડીવાલા તેમજ હોસ્પિટલ નર્સીંગ સ્ટાફની મદદથી પૂર્ણ કરાઈ હતી. આ પ્રકારની સર્જરી સુરત અથવા વડોદરામાં અત્યાર સુધી થયેલ નથી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App