ભરૂચ: દારૂના નશામાં માતા-પિતાને હેરાન કરતાં પુત્રને પોલીસે જાહેરમાં માર્યા

Bhaskar News

Bhaskar News

Nov 29, 2018, 04:27 AM IST
Bharuch The son was Beats publicly by the police, who harassed his parents

ભરૂચ: ભરૂચમાં પોલીસ એક યુવાનને ગાડીમાંથી ઉતારી સર્કલ પાસે લાવી જાહેરમાં લાકડીના સપાટા મારી ફરીથી તેને ગાડીમાં બેસાડી દેતી હોવાનો વીડીયો વાઇરલ થયો હતો. આ વીડીયોની તપાસ કરવામાં આવતાં તે વીડીયો જંબુસરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ જે યુવાનને ગાડીમાંથી ઉતારી રહી છે તેનું નામ રતનસિંહ ઉર્ફે રાકેશ વિજયસિંહ ચૌહાણ (રહે. ટંકારી ભાગોળ) છે. તે અવાર નવાર તેના માતા-પિતાને દારૂના નશામાં મારઝૂડ કરતો હતો.

અગાઉ તેના માતા-પિતાએ જંબુસર પોલીસ સ્ટેશને અરજી આપી હતી. જેથી દિવાળીના સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જે તે સમયે તેના પરિવારજનોઅે દિવાળીનો સમય હોઇ તેને છોડવ્યો હતો. પરંતુ તે બાદ પણ તે તેજ પ્રમાણે તેના માતાપિતાને મારઝૂડ કરતો હતો. દરમિયાન ગઇકાલે પણ તેના પરિવારજનોએ તેના વિરૂદ્ધ પોલીસને જાણ કરતાં તેને ઝડપી પાડવામાં આવતાં તેણે પોલીસ કર્મીઓ સાથે અભદ્ર શબ્દો ઉચ્ચારી ધાકધમકીઓ આપતો હતો. જેથી પોલીસે તેને સબક શીખવાડવા જાહેરમાં સરભરા કરી હતી.

વાયરલ વીડિયોના પગલે ઇન્ક્વાયરી કરાશે

જંબુસરમાં પોલીસ દ્વારા એક શખ્સને જાહેરમાં લાકડીના સપાટા મારવા સંદર્ભનો વાયરલ વિડીયો ધ્યાનમાં આવ્યો છે. મામલામાં તથ્ય તપાસવા ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે. જેના આધારે આગળ કાર્યવાહી થશે. - રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસ.પી. ભરૂચ.

X
Bharuch The son was Beats publicly by the police, who harassed his parents
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી