લૂંટ / અંકલેશ્વરના લક્ષ્મી પેટ્રોલપંપ પર 2 લૂંટારોએ કમર્ચારીને બંધક બનાવી લૂંટ ચલાવી

Divyabhaskar.com | Updated - Jan 20, 2019, 10:38 PM
  X

  • બંદૂક જેવા હથિયાર બતાવી કમર્ચારી માર માર્યો
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  • લૂંટ બાદ 3 કર્મચારીને બાજુની ઓરડીમાં પુરી ફરાર  

  અંકલેશ્વરઃ તાલુકાના માંડવા ગામની સીમ નેશનલ હાઇવે નંબર 48 પરના લક્ષ્મી પેટ્રોલપંપ પર 2 લૂંટારોએ કમર્ચારી બંધક બનાવી 2.38 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બંદૂક જેવા હથિયાર બતાવી 3 કમર્ચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. વહેલી સવારે 4.45 વાગ્યાની આસપાસ લૂંટારુઓ પાણી માગી લૂંટને અંજામ આપ્યો હતો અને 10 જ મિનિટના લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. એ પૂર્વે લૂંટ બાદ 3 કર્મચારીને બાજુની ઓરડીમાં પુરી દીધા હતા. 

  લૂંટારુઓ પાસે બંદૂક કે એરગન
  1.લૂંટારુના હાથમાં નજરે પડતું બંદૂક જેવું હથિયાર પ્રાથમિક નજરે નિહાળતા એરગન પિસ્ટલ નજરે પડે છે. જે હાઇવે પરની વિવિધ હોટલોમાં આરામથી મળી રહે છે. લૂંટારુઓ કોઈ ફાયરિંગ કર્યા વગર માત્ર બંદૂક જેવું હથિયાર બતાવી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસને પણ પ્રાથમિક દ્રષ્ટ્રિએ એરગન છે કે બંદૂક તે વિચારમાં પડી ગઈ હતી. 
   
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App