અકસ્માત/ અંકલેશ્વરમાં ટ્રેલર-ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર જીવતો સળગી ગયો

ટ્રેલરમાં રહેલા હાઇડ્રોજન ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી : ટ્રેલરના ડ્રાઈવર-ક્લિનરનો બચાવ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 01:16 AM
An accident took place in Ankleshwar between trailer-trucks, 1 death

* નેશનલ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો

અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર રાજપીપલા ચોકડી પાસે યુ ટર્ન લઇ રહેલાં હાઇદ્રોજન ગેસના સીલીન્ડર ભરેલાં ટ્રેલરની સાથે રેતી ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગેસ સીલીન્ડરમાં બ્લાસ્ટથી આગ નીકળતાં રેતી ભરેલી ટ્રકનો ડ્રાયવર કેબીનમાં જ જીવતો સળગી ગયો હતો. ટ્રેલરના ડ્રાયવર અને કલીનરનો આબાદ બચાવ થયો હતો. બનાવને પગલે હાઇવે પર કલાકો સુધી ટ્રાફિકજામ રહયો હતો.


ભરૂચના દહેજ ખાતે થી હાઇડ્રોજન ભરેલ સીલીન્ડર લઇ ટ્રેલરનો ચાલક અબ્દુલ વાહીદ અને ક્લીનર ફૈયાઝ અહેમદ અન્સારી વાપી જવા નીકળ્યા હતાં. તેઓ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર રાજપીપલા ચોકડી પાસેના યુ ટર્ન લેવા ઉભા હતાં. તે દરમ્યાંન પુરપાટ ઝડપે રેતી ભરીને આવતી હાઇવા ના ચાલકે ટ્રેલર સાથે અકસ્માત કર્યો હતો. હાઇડ્રોજન સીલીન્ડર ભરેલ ટ્રકનો ચાલક અને ક્લીનર સમય સુચકતા વાપરી કૂદી પડ્યા હતાં. હાઇડ્રોજન સીલીન્ડરમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકના ચાલક કૃપાલ તિવારીનો હાથ કપાઈ જતા ટ્રકની બહાર નીકળી ન શકતા કેબીનમાં જ જીવતો સળગી જતા તેની મોત નીપજ્યું હતું.


અંકલેશ્વર ડીપીએમસીના સ્ટાફે 3 જેટલા લાયબંબા સાથે દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. શહેર પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિક પુર્વવત કર્યો હતો.

ટ્રક ડ્રાઈવરનો હાથ કપાઇ જતાં નિ:સહાય બન્યો

હાઇદ્રોજન ગેસના સીલીન્ડર ભરેલા ટ્રેલર સાથે રેતીની ટ્રક ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ટ્રકના ડ્રાયવરનો હાથ કપાઇ જતાં તે નિ: સહાય બની ગયો હતો. ટ્રકમાં આગ લાગી હોવા છતાં તે બહાર નીકળી શકયો ન હતો. પરિણામે તે ટ્રકની કેબીનમાં જ ભડથું થઇ ગયો હતો.

X
An accident took place in Ankleshwar between trailer-trucks, 1 death
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App