અકસ્માત / અંકલેશ્વરમાં પતંગ લૂંટવા જતા 12 વર્ષીય કિશોરના પગમાં સળીયો ખુંપી ગયો

ઘાયલ કિશોર
ઘાયલ કિશોર

  • અંકલેશ્વરમાં 15 થી વધુ લોકોને નાની-મોટી ઇજા થઇ હતી

Divyabhaskar.com

Jan 15, 2019, 08:04 PM IST

અંકલેશ્વરઃ શહેરમાં પતંગ લૂંટવા જતા 12 વર્ષીય કિશોરના પગમાં સળીયો ખુંપી ગયો હતો. આનંદવિહાર સોસાયટી ગડખોલ ખાતે રહેતા 12 વર્ષીય કિશોર વિવેક ગિરિજા પ્રસાદ પટેલ ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો તે દરમિયાન પતંગ કપાયને આવતા તેને લૂંટવા જતા પગમાં બુટ આરપાર કરી સળીયો ખુંપી ગયો હતો. દર્દથી બુમાબુમ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. સળીયો કાપીને તેને 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તબીબો તેના પગમાંથી ઓપરેશન કરી સળીયો કાઢિયો હતો. હાલ બાળકની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


(માહિતી અને તસવીર-હર્ષદ મિસ્ત્રી)

X
ઘાયલ કિશોરઘાયલ કિશોર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી