નર્મદા જયંતી / ચાણોદમાં 101 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાઈ, પણ સુકાયેલી નદીની લાજ ન બચાવી શકાઈ

divyabhaskar.com | Updated - Feb 13, 2019, 07:52 AM
101 meter long chunks were provided in Chanod, but could not save the dried river.

ચાણોદ: નર્મદા જયંતીના પાવન પર્વે નર્મદા સ્નાનથી વિશેષ પુણ્ય ફળ મળતું હોવાની ભક્તોમાં શ્રદ્ધા હોવાથી સંખ્યા બંધ ભક્તોએ આજે નર્મદા જયંતીના પાવન અવસરે ઉમટી પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો. નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નગરમાં 101 મીટરની ચૂંદડી સાથે નર્મદાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

સાંજે જાહેર ભંડારો અને ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે દીપ દાન કરવામાં આવ્યું હતું. ચાંણોદ ખાતે મા નર્મદાજીનો પ્રાગટ્ય મહોત્સવની ભારે ઉમંગ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નર્મદાના સુકાઈ ગયેલા પ્રવાહ બાબતે ધારાસભ્ય, સાંસદ તેમજ સરકારને રજૂઆત કરાઈ હતી. તેમ છતાં આજના નર્મદા જયંતીના પર્વે પાણી નહીં છોડાતા ચૂંટાયેલા નેતાઓ વામણા પુરવાર થયા હતા. જેથી સ્થાનિકોએ નિરાશા સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કે નર્મદાજીને ચૂંદડી તો અર્પણ કરાઈ પણ તેની લાજ ન બચાવી શકાઈ.

X
101 meter long chunks were provided in Chanod, but could not save the dried river.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App