નવી ટેકનોલોજીથી આખો દિવસ વીજ પુરવઠો નહીં જાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં બુધવારે સવારે 8થી સાંજે 6 સુધી વીજ પુરવઠો બંધ રહેવાનું નોટિફિકેશન વીજ કંપની દ્વારા જાહેર કરાયું હતું. 66 કેવી નંદેલાવ સબ સ્ટેશનમાં ટ્રાસ્ફોર્મરનું સમારકામ કરવાયું હતું. દરરોજ એડવાન્સ થતી ટેક્નોલોજીને કારણે જુની ટેક્નોલોજી બદલવી પડે છે. 22 કેવીના ફિડર બદલીને 11 કેવીના ફિટર ઇન્સ્ટોલ કરાયા હતા. જેના કારણે વીજ પુરવઠો બંધ કરાયો હતો. એક્ઝિ.ઇજનેર યુઆઇ યાદવે જણાવ્યું હતું કે, જૂની ટેક્નોલોજીના
સાધનો માટે સ્પેરપાર્ટસ્ મળવા ઘણા મુશ્કેલ છે.જેના કારણે નવી ટેક્નોલોજીના સાઘનોથી તેમને રીપ્લેસ કરવા પડે છે.
આગામી દિવસોમાં બુધવારની જેમ આખો દિવસ વીજપુરવઠો બંધ રહી શકે તેવી કોઇ શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...