તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં 170 મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટિંગ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ લોકસભા બેઠકની 23મીએ થનારી ચૂંટણીમાં 170 મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન 1,356 પોલીંગ બુથ પર 6,395 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 244 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે.

સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ૧૭૦ જેટલાં મતદાન મથકો ખાતે વેબકાસ્‍ટીંગ કેમેરા ગોઠવાશે. જેમાં જંબુસરમાં ૩૨, વાગરામાં ૩૭,ઝઘડીયામાં ૩૫, ભરૂચમાં ૩૫અને અંકલેશ્વરમાં ૩૧ મતદાન મથકોનો સમાવેશ થવા જાય છે. આ મતદાન કેન્‍દ્રોની તમામ ગતિવિધિ તથા હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે. ભરૂચ લોકસભા મત વિસ્‍તારમાં આવેલાં ભરૂચ જિલ્લામાં સમાવિષ્‍ટ પાંચ વિધાનસભા વિભાગમાંતા.૨૩ મીના રોજ યોજાનારી ચૂંટણીમાં જિલ્લાના ૧,૩૫૬ મતદાનકેન્‍દ્રો ખાતે કુલ ૬,૩૯૫ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જે તે મતદાન કેન્‍દ્રો ખાતે ફરજ પર તૈનાત કરાશે.મતદાનના દિવસે જંબુસરમાં ૩૭, વાગરામાં ૨૯, ઝઘડીયામાં ૪૯, ભરૂચમાં ૨૯ અને અંકલેશ્વરમાં ૩૯ મળી કુલ ૧૮૩ ઝોનલ તથા સેક્‍ટર અધિકારીઓને પણ જે તે ઝોનમાં ફરજ બજાવશે.ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં કુલ ૧૭ ઉમેદવારો વચ્‍ચે થનારી ચૂંટણી સ્‍પર્ધા માટે ચૂંટણી તંત્રએ જહેમતઉઠાવીને મતદાનની વ્‍યવસ્‍થા કરી છે. પ્રત્‍યેક વ્‍યક્‍તિ લોકશાહીના આ મહાપર્વનીઉજવણીમાં મતદાન કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર ધ્‍વારા અપીલ કરવામાં આવી છે.

દરેક મતદાન મથકમાં બે ઇવીએમ રાખવામાં આવશે
ભરૂચ લોકસભા બેઠક માટે 17 ઉમેદવારો મેદાનમાં હોવાથી દરેક મતદાન મથકો ખાતે મતદાન માટે બે ઇવીએમ મુકવામાં આવશે. જંબુસરમાં ૬૨૬ બીયુ ૩૧૩ સીયુ અને ૩૩૫ વીવીપેટ અનામત સહિત, વાગરામાં ૫૫૨ બીયુ ૨૭૬ સીયુ અને ૨૯૮ વીવીપેટ અનામત સહિત, ઝઘડીયામાં ૭૨૬ બીયુ ૩૬૩ સીયુ અને ૩૮૬ વીવીપેટ અનામત સહિત, ભરૂચમાં ૫૬૦ બીયુ ૨૮૦ સીયુ અને ૩૦૦ વીવીપેટ અનામત સહિત, અંકલેશ્વર માં ૫૭૦ બીયુ ૨૮૫ સીયુ અને ૩૦૫ વીવીપેટ અનામત સહિત ઉપયોગમાં લેવાશે. આમ ભરૂચજિલ્લામાં કુલ - ૩૦૩૪ બીયુ, ૧૫૧૭ સીયુ અને ૧૬૨૪ વીવીપેટનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...