તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ભાગાકોટ ઓવારે યુવાન પર શખ્સનો હિંસક હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ શહેરના ભાગાકોટ ઓવારે મિત્ર સાથે આવેલા યુવાને અન્ય ઈસમને તમે કોને શોધો છો પુછાતા ઉશ્કેરાઈ ગયેલા ઈસમે યુવાન પર લાકડાં વડે હુમલો કરી માર માર્યો હતો. બનાવમાં ઘાયલ યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પીટલ ખાતે લવાયો હતો. બનાવ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ શહેરના હજીરા ટેકરા કોઠી રોડ પર જયેશ ચંદુભાઈ વસાવા નામનો યુવાન રહે છે. તે રવિવારે સાંજના તેના મિત્ર સાથે ભાગાકોટ ઓવારે ગયો હતો.તે સમયે દાંડિયા બજાર ભૃગુઋષિ મંદિર ખાતે રહેતો રાકેશ વસાવા ત્યાં આવ્યો હતો. જયેશે તેને કોને શોધો છો પુછાતા રાકેશ ઉશ્કેરાઈ જઈને તેની સાથે તકરાર કરી હતી.

એક દમ ઉશ્કેરાઈ ગયેલા ઈસમે તેના લાકડાંના સપાટા વડે તેના પર હુમલો કરીને હાથ તથા કમ્મરના ભાગે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો