તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાદરા ગામે યુવાન પર અજાણ્યા શખ્સનો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાના કલાદરા ગામે રહેતો યુવાન ભેંસલી ખાતેની તેની દુકાન બંધ કરી ઘરે જતો હતો. દરમિયાન રસ્તામાં અેક બુકાનીધારી યુવાને તેને અટકાવી ઝઘડો કરી માર મારી ગંભીર ઇજાઅો પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના અારોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો.

વાગરાના નવા કલાદરા ગામે રહેતાં અતુલ નટવર લિંબચિયાની ભેંસલી ખાતે દુકાન અાવેલી છે. રાત્રીના સમયે તે તેની દુકાન બંધ કરી ઘરે જઇ રહ્યો હતો. તે વેળાં કલાદરા ગામમાં રહેતાં મનોજ રાયસંગ પટેલ તેમજ અન્ય બે જણાઅે મોઢા પર બુકાની બાંધીને ત્યાં અાવી તેને રસ્તામાં અટકાવ્યો હતો. ઉપરાંત તું મારા પપ્પાની દુકાન પર મેલી વસ્તુ કેમ ફેંકી જાય છે તેમ કહી તેની સાથે ઝઘડો કરતાં મામલો ગરમાયો હતો. ઉશ્કેરાયેલાં મનોજ તેમજ તેના સાગરિતોઅે તેને માર મારી ગંભીર ઇજાઅો પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના અારોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો