તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલેજના બે યુવાનને મુંબઈના વિરાર પાસે અકસ્માત નડ્યો : એક ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ તાલુકાના પાલેજ ગામના બે યુવાનો મુંબઈ એરપોર્ટ જઈ રહ્યાં હતા. તે સમયે તેમની કારનો વીરાર પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક યુવક પગના ભાગે ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. જોકે ચાલક સહિત કારમાં સવાર યુવાનનો અદભુત બચાવ થયો હતો.

પાલેજ ખાતે રહેતા મોબાઈલની દુકાન ધરાવતા શકીલ હનીફભાઈ પટેલ અને નવીનગરીમાં રહેતા અનવર બાપુ કોઈ કામ અર્થે રવિવારની રાત્રીએ મુંબઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન મુંબઈ એરપોર્ટ તરફ જતી વખતે વિરાર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં તેમની કારનો કચ્ચરઘાણ નીકળી હતી. અકસ્માત જોતા તેમાં સવાર વ્યક્તિઓ જીવીત નહીં હોય તેમ અનુમાન લગાવી રહ્યાં હતાં. જોકે સદનસીબે અકસ્માતમાં બંને યુવાનોનો આબાદ બચાવ થયો હતો.જયારે શકીલ પટેલને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલીક વિરાર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખાતે ખસેડાયો હતો.ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.જ્યારે કાર ચાલકનો અદભુત બચાવ થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો