તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરમાં લઘુશંકા કરતા બે જણાને ટોકતા સિક્યોરિટી ગાર્ડને ફટકાર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરના ભીડભંજનની ખાડી વિસ્તારમાં રહેતાં સાંઇપ્રધાન શંકરપ્રધાન નામના શખ્સની પાંચબત્તી સર્કલ પાસે આવેલી શંકરવિલાસ હોટલ પાસેના કોમ્પ્લેક્ષ પર ગત 16મી માર્ચે રાત્રે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી હતી. તેે વેળાં પાંચબત્તી ખાતે અંકુર ફ્લેટ ખાતે રહેતાં પ્રવિણ આલજી કટારિયા તેમજ ધિરેન જીગાભાઇ કટારિયાએ ત્યાં લઘુશંકા કરતાં હોઇ તેમને ટોકતાં તેઓએ તેમને અપશબ્દો ઉચ્ચારી તમાચા ઝીંકી દઇ માર માર્યો હતો. જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે 18મીના રોજ ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ ધિરેન કટારિયાએ પણ પાંચબત્તી સર્કલ પર આવેલાં એક નગરસેવકના કોમ્પ્લેક્ષમાં પાલિકાના સફાઇ કર્મીઓ સાફસફાઇ કરતાં હોઇ તે સંદર્ભમાં 18મીના રોજ પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાને ફરિયાદ કરી હતી. જેના પગલે પ્રમુખે સેનેટરી ઇન્સ્પેક્ટરને બોલાવી પુછપરછ કરતાં નગરસેવક દ્વારા તેમને ધાકધમકીઓ-અપશબ્દો ઉચ્ચારી સાફસફાઇ કરાવવામાં આવતી હોવાની કેફિયત રજૂ કરતાં સમગ્ર મામલામાં ધિરેન કટારિયાએ લેખિતમાં ફરિયાદ કરી હતી. જેના પગલે સમગ્ર મામલો રાજકિયા કાવાદાવા વચ્ચે હાલમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ભરૂચના પાંચબત્તી સર્કલ પાસે રાત્રીના સમયે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...