ભરૂચમાં જુગાર રમાડતાં બે જણાં15 હજાર સાથે ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના લોઢવાણના ટેકરા વિસ્તારમાં ચાલતાં આંકડાના જુગાર પર એલસીબીની ટીમે દરોડો પાડી બે જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આરોપીઓ પાસેથી એક મોબાઇલ તેમજ 14 હજાર રોકડા મળી કુલ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવને પગલે એલસીબીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દાંડીયાબજાર લોઢવાણનો ટેકરો વિસ્તારમાં રોહિત રવજી વાઘેલા નામનો શખ્સ સટ્ટાબેટીંગનો આંકડાનો જુગાર રમાડે છે. જેના પગલે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે એલસીબીની ટીમે આંકડાનો જુગાર રમાડતાં રોહિત રવજી વાઘેલા તેમજ તેના માટે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...