તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં અકસ્માતના બે બનાવમાં બેને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં રસ્તા પરથી પસાર થઇ રહેલાં બે શખ્સોને બે અલગ અલગ બનાવામાં વાહન ચાલકોએ અડફેટમાં લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ધોળીકુઇ નરસિંહપુરા વિસ્તારમાં રહેતાં મહેશભાઇ રમણભાઇ રાણા કોઇ કામ અર્થે જઇ રહ્યાં હોઇ તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલના વળાંક પાસે ઉભા હતાં. તે વેળાં એક રીક્ષા ચાલકે પુરઝડપે ધસી આવી તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવની વિગત મુજબ, ભરૂચ નેશનલ હાઇવે પર સર્કિટ હાઉસ સામેથી એક 63 વર્ષીય શખ્સ ચાલતાં પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં કોઇ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...