ભરૂચમાં અકસ્માતના બે બનાવોમાં બેને ઇજા

Bharuch News - two injured in two accidents in bharuch 060651

DivyaBhaskar News Network

Sep 15, 2019, 06:06 AM IST
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર બનેલા બે અલગ અલગ અકસ્માતોમાં બે વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતમાં ઘાયલ બન્ને ઈસમોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે નંબર 48 પરથી વડોદરાથી મુંબઈ તરફ આઇસર ટેમ્પો લઈને ડ્રાયવર અકીલ સિકંદર પટેલ જઈ રહ્યો હતો.તે દરમિયાન પાલેજ, વરેડીયા નજીક આવેલી ડીસન્ટ હોટલ પાસે અચાનક પલ્ટી ખાઈ ગયો હતો.જેના કારણે અકીલને શરીર અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અન્ય

...અનુસંધાન પાના નં.2

એક બનાવમાં પાલેજ નજીક આવેલા હલદરવા ગામે નજીક ભરૂચથી વડોદરા તરફ ઉભેલા ટ્રેલર પરથી અલીશેર જુલુસખાન મંગાલિયા ઉતરી રહ્યો હતો. તે વેળા પાછળથી આવેલા બીજા ટ્રેલર ચાલકે તેના ઉભેલા ટ્રેલરના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં અલીશેરને હાથ અને પગના પંજાના ભાગે નાની મોટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇવે નંબર 48 પર થયેલા બન્ને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જયારે બનાવ સંદર્ભમાં સ્થાનિક પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.

X
Bharuch News - two injured in two accidents in bharuch 060651
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી