તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગેશ્વરમાં ભરતીમાં બે ડોલ્ફીન ખેંચાઇ આવી : એકનું મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની નર્મદા નદીમાં પફર ફીશ બાદ હવે ડોલ્ફીન માછલીની એન્ટ્રી થઇ છે. વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળમાં મંગળવારના રોજ દરિયાઈ ભરતીમાં બે ડોલ્ફિન ખેંચાઈ આવી હતી. ભરતી પછી વળતા નદીમાં પાણી ઓછું થઈ જવાથી ડોલ્ફિન પાણીના કીચડમાં ફસાઈ ગઈ હતી.બનાવની જાણ સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર પહોંચીને ડોલ્ફિનને પાણીમાં છોડવાની કવાયત હાથ ધરી હતી.પરંતુ સ્થાનિકો મદદ કરે તે પહેલા એક ડોલ્ફિનનું મોત થયું હતું.જયારે એકને સુરક્ષિત પાણીમાં છોડી મુકવામાં આવી હતી.

ભરૂચની નર્મદા નદીમાં દરિયાના પાણી સવાર થઇ ગયાં હોવાથી હવે દરિયાઇ જીવોની હાજરી જોવા મળી રહી છે. બે દિવસ પહેલાં ભરૂચના ઝાડેશ્વર નજીકથી માછીમારોની જાળમાં પફર ફીશ ફસાઇ હતી. હવે વાગરાના જાગેશ્વર ગામમાં ડોલ્ફીન માછલી જોવા મળી હતી. જાગેશ્વર ગામ પાસે સિકોતર માતાના મંદિર પાસે નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળે મંગળવારે બપોરના ભરતી હોવાને કારણે બે ડોલ્ફિન ખેંચાઈ આવી હતી. પરંતુ જયારે વળતી ભરતી સમયે નદીમાં પાણી ઓછું થઈ જવાના કારણે નદીના ઓછા પાણીના કીચડમાં બંને ડોલ્ફિન ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ ડોલ્ફિન માછલીને પાણીની અંદર લઇ જવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ તેમાંથી એક ડોલ્ફિન સ્થાનિકોના આવતા પહેલા પાણી નહિ હોવાથી મોત થયું હતું. જયારે બીજી ડોલ્ફિનને ભારે જહેમત બાદ ઉંડાણવાળા પાણીમાં છોડવામાં આવી હતી.

અગાઉ જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ કાવી- કંબોઈના દરિયા કિનારે ત્રણ ડોલ્ફિન માછલીઓ જોવા મળી હતી.ત્યાં પણ સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણે ડોલ્ફીનોને પાણીમાં છોડી હતી.

જાગેશ્વર પાસે નર્મદા નદીમાં ભરતી સમયે દરિયામાંથી ખેંચાઈ આવેલી બે ડોલ્ફિનો ભરતીનું પાણી ઓછું થતા ફસાઈ જતા એક ડોલ્ફીનનુ મોત થયું હતું.

દરિયાના પાણી દુષિત થતાં દરિયાઇ જીવોનું નદીમાં પ્રયાણ
ભરૂચ જિલ્લાની હદમાં આવેલા દરિયામાં ઉદ્યોગોના કેમિકલવાળા પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ કેમિકલવાળુ પાણી દરિયાના ઉંડાણ સુધી જાય છે. જેના કારણે દરિયાના ઉંડાણમાં રહેતાં જળચરો શુધ્ધ પાણીની શોધમાં સપાટી પર આવી જાય છે. દરિયાની સપાટી પર આવેલા જીવો ભરતીના પાણી સાથે નર્મદા નદીમાં ખેંચાઇ આવે છે તેમ સ્થાનિક જાગેશ્વર પંચાયત સભ્ય અર્જુન પટેલે જણાવ્યું હતું. કેમિકલવાળા પાણીની અસર હવે દરિયાઇ જીવ સૃષ્ટિ પર વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...