તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડિયા અને દહેજ પંથકમાં અકસ્માતના બે બનાવમાં બેના મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઝઘડિયા અને દહેજ પંથકમાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જેમાં ઝઘડિયાના રાણીપરા ગામના વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે દહેજના લખીગામ પાસે બાઇક પર જઇ રહેલાં યુવાનને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું પણ સ્થળ પર મૃત્યુ થયું હતું. બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં રાણીપરા ગામે રહેતાં વિનોદ મંગા વસાવાના દાદા છોટુભાઇ જેસલાભાઇ વસાવા (ઉ.વ. 70) ખેતર સાચવવાની મજુરી કરતો હોઇ અંકુરભાઇ પટેલના ખેતરે જવા માટે રાણીપુરાથી ઝઘડિયા તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાન ગાયત્રી મંદિર પાસેથી પસાર થતાં સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન લઇને

...અનુસંધાન પાના નં.2

ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. બનાવને પગલે સ્થળ પર એકત્ર થઇ ગયેલાં લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબોએ તેમનું પરિક્ષણ કરતાં તેમનું મોત નીપજ્યું હોવાનું જણાયું હતું. બનાવ સંદર્ભે મૃતકના પૌત્ર વિનોદ વસાવાએ ઝઘડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત કરી નાસી છુટેલાં વાહન ચાલકને જેર કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

બીજા બનાવમાં મુળ જંબુસરના નાડા ગામનો વતની અને હાલમાં લખીગામ ખાતે રહેતો ઇશ્વર શંકર દેસાઇ તેની બાઇક લઇને કામ અર્થે જીસીપીટીસીએલ કંપનીના ગેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં કોઇ અજાણ્યા વાહને તેની બાઇકને ટક્કર મારી નાસી છુટતાં તેમનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો