તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશીદારૂ સાથે બે બૂટલેગર ઝડપાયા : 1 વોન્ટેડ જાહેર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંબુસરના કહાનવા ગામે રહેતાં શખ્સને ત્યાં વેડચ પોલીસે દરોડો પાડતાં વિદેશીદારૂની બોટલો મળી અાવી હતી. પ્રાથમિક પુછપરછમાં માલ પહોંચાડનાર ખેપિયા સહિત બે શખ્સોની વિગતો મળી હતી. પોલીસે ખેપિયા સહિત બે જણાની ધરપકડ કરી હતી. જ્યારે અેકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

કહાનવા ગામે રહેતાં મોહન મંગલ સોલંકીના ઘરે દારૂનો જથ્થો સંતાડેલો છે. દરોડો પાડી તપાસ કરતાં તેના ઘરમાંથી 9 વિદેશીદારૂની બોટલો મળી અાવી હતી. જે અંગે પુછપરછ કરતાં ગામમાં રહેતાં રોહિત હરમાન વાઘેલા પાસેથી દારૂ મંગાવતાં રોહિતે ગામના જ સંજય ઉર્ફે ફાટો અશોક સોલંકી સાથે કારમાં વિદેશીદારૂ મોકલાવ્યો હતો. પોલીસે સંજયના ઘરે દરોડો પાડી તેની પણ ધરપકડ કરી હતી. જોકે રોહિત તેના ઘરે નહીં મળતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો