તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે બાઇક ભટકાતાં અેક શખ્સનું મોત : બેને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગના ઉંડી ગામનો શખ્સ શાકભાજી લેવા માટે તેના મિત્ર સાથે બાઇક પર નેત્રંગ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાં ઉંડી ગામ નજીક ઝંડ હનુમાન મંદિર પાસે સામેથી અાવતી બાઇકે તેમને ટક્કર મારતાં તેના મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે તેને અને અન્ય બાઇક ચાલકને ઇજાઅો થઇ હતી. બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, નેત્રંગના ઉંડી ગામે નિશાળ ફળિયા ખાતે રહેતાં રોહિત રણછોડ વસાવાને નેત્રંગથી શાકભાજી લાવવાની હોઇ તે તેના મિત્ર અરૂણ જેઠા વસાવા સાથે બાઇક પર નેત્રંગ ગયાં હતાં. જ્યાંથી તેઅો પરત અાવી રહ્યાં હતાં. ત્યારે ગામના ઝંડ હનુમાન મંદિર પાસે તેમના ગામના જ હર્ષદ મનુ વસાવાઅે તેની બાઇક પુરઝડપે હંકારી લાવી તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં અરૂણનું ગંભીર ઇજાઅોને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો