સિતપોણમાં બાળકને બંધક બનાવવાના કારસામાં બે આરોપીઓની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીતપોણ ગામમાં બે ઈસમોએ 9 વર્ષીય બાળકને ચપ્પલ ચોરીના આક્ષેપો કરીને માર મારી ગામમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટની બાજુના રૂમમાં દોઢ કલાક સુધી પુરી રાખ્યો હતો. તેમજ તેને માર માર્યા બાદ તેનો રડતો અને માફી માંગતો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. જેના પગલે બાળકની માતાની ફરિયાદના આધારે નબીપુર પોલીસે ફરિયાદ નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડયા છે.

સીતપોણ નવીનગરીમાં રહેતા સરફરાઝ અબ્દુલ દીવાન તેમના પરિવાર સાથે રહે છે. તેમના ત્રણ સંતાનો છે જેમાંથી સૌથી નાનો પુત્ર તોફિક દીવાન ગામની કુમાર શાળા 2 માં ધોરણ 4 માં અભ્યાસ કરે છે. સોમવારે સવારે તોફિક રાબેતા મુજબ શાળાએ ગયો હતો. શાળા છૂટ્યા બાદ તે શાળાની બહાર રમતો હતો. તે દરમિયાન ગામના બે ઈસમો ઇશાક મુસા બંદલા અને ઈદ્રીશ કાબલી ઉર્ફે ઇદ્રિશ બાપુએ ત્યાં આવીને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...