તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં રામજી મંદિરે તુલસી વિવાહ યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારતક માસના સુદ પક્ષની અગિયારસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે અને આ અગિયારસના દિવસે ધૂમધામથી તુલસીનો વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. પરંતુ એક પત્ની લક્ષ્મીજી હોવા છતા આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા. ભરૂચમાં વર્ષોથી પરંપરાગત દાંડિયા બજાર સ્થિત રામજી મંદિર ખાતે દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી.

ઝઘડીયા ખાતે ઈદ-એ-મિલ્લાદુન્નબીની ઉજવણી
ઝઘડીયા ખાતે ઈદ-એ-મિલ્લાદુન્નબીની ઉજવણી
ઝઘડીયા ખાતે ઈદ-એ-મિલ્લાદુન્નબીના મુબારક દિવસે ઝઘડીયા ગાદિપતિ હઝરત રફીકબાવા સાહેબ ઇદેમિલ્લાનુબીના ઝુલુસમાં જોડાયા હતા. ત્યાર બાદ તેમણે સેવા રૂરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં હોસ્પીટલમાં દાખલ દર્દીઓની ફુટ પેકેટનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે સવઘર્મ સદૃભાવનો મેસેજ લોકોને આપ્યો હતો.

લુણાવાડામાં ત્રણ દિવસના યોગ મહોત્સવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આયુષ્માન ભારત અંતર્ગત આવેલ મહિસાગરના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યોગા, વિવિધ વેલ્નેસ એક્ટીવીટી તેમજ Eat Right લગત સંપરામર્શ લગત કામગીરી નિયમીત રીતે કરવાનુ થાય છે. જેથી લોકોની જીવન શૈલીમા બદલાવ આવે, રોજબરોજનો તણાવ, ચિંતા, ભય, તેમજ અન્ય નકારાત્મક લાગણીઓ ઉપર નિયંત્રણ મેળવી શકે અને બિનચેપી રોગો સામે રક્ષણ મેળવી શકે. આરોગ્યને લગત ફાયદાઓ જેમ કે બ્લડ શુગર, બ્લડ પ્રેશર ઇત્યાદી કાબુમાં રાખવા અને શારિરીક તંદુરસ્તી જળવાય તેમ યોગના અનેક સુક્ષ્મ લાભો થાય છે જે વ્યક્તિને ઉર્જાવાન અને આનંદદાયક રહેવામાં મદદરુપ થાય છે તે માટે હાર્ટફુલનેસ ઈન્સટીટ્યુટ અડાલજ, ગાંધીનગરના સહયોગથી ત્રણ દિવસનો યોગ મહોત્સવ સેમીનાર તા.૭ થી ૯ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન બ્રાઇટ સ્કુલ, નવા કાળવા તા.લુણાવાડા ખાતે યોજવામાં આવ્યો હ્તો.

પોદાર જમ્બો કિડ્સ ખાતે હેલોવીન ડે ઉજવાયો
પોદાર જમ્બો કિડ્સ ખાતે હેલોવીન ડે ઉજવાયો
બાળકોમાં રહેલા ડરને દૂર કરવા માટે અંકલેશ્વર રાજપીપલા ચોકડી સ્થિત પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ ખાતે ણ હેલોવીન-લેટ્સ કોન્કવેર અવાર ફિઅર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો મોન્સ્ટર સહીત વિવિધ પરિધાનમાં સજ્જ બની આવ્યા હતા. તેમજ બાળકો વિવિધ પ્રવુતિમાં ભાગ લીધો હતો.

વડોદરા સોમવાર, 11 નવેમ્બર, 2019
ધુસરમાં રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
કાલોલના ધુસરમાં નવનિર્મીત રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારે ઉજવાયો હતો. વહેલી સવારથી મંદિરના પટાંગણમાં ભુદેવો દ્વારા વૈદીક મંત્રોચાર હવન તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમા મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પર્ણાહુતિ બાદ મહા પ્રસાદી લઇ લોકોએ ધન્યતા અનુભવી હતી.

| 2
અન્ય સમાચારો પણ છે...