તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના ધી ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા, ગુજરાત ડાયોસીસ મંડળી દ્વારા પુલવામા થયેલા હુમલામાં શહીદ થઈ ગયેલા ભારતીય જવાનોને અને તેમના પરિવારજનો માટે દિલાસાની પ્રાર્થના યાત્રા યોજવામાં આવી હતી.

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયાં હતા. જેને પગલે ભરૂચ સહિત સમગ્ર ભારતમાં આતંકીઓ વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો. દેશના સર્વ ધર્મના લોકોએ પોત-પોતાના વિસ્તારમાં મીણબતી અને રેલી સ્વરૂપે શહીદોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ભરૂચના ધી ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા દ્વારા રવિવારની પ્રાર્થના સભા બાદ દેશમાં શાંતિ બની રહે તેવી અને શહીદ થયેલા વીર જવાનો અને તેમના પરિવારજનો માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ચર્ચના ફાધર રેવ.વિનોદ ગામીતની આગેવાનીમાં ચર્ચ ખાતેથી દિલાસાની પ્રાર્થના યાત્રા નીકળી હતી જેમાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા.યાત્રા વેજલપુરના અલગ -અલગ વિસ્તારોમાં ફરીને પરત ચર્ચ ખાતે પહોંચીને વિષેશ પ્રાર્થનાંજલી સાથે શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

ભરુચના ધી ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા દ્વારા શહીદોની યાદમાં દિલાસાની પ્રાર્થના યાત્રા અને પ્રાર્થનાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો