તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે શનિવારી અમાસ સાથે શ્રાદ્ધનો છેલ્લો દિવસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ પ્રતિ વર્ષ તેમનાં માનમાં પરિવાર દ્વારા કરવામાં આવતો સંસ્કાર એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ માટે ભાદરવા મહિનાની અમાસ તિથિને મહત્વપૂર્ણ મનાય છે. પિતૃ પક્ષમાં આવતી અમાસ તેનું સૌથી મોટું કારણ છે. આ વર્ષે પિતૃમોક્ષ અમાસ 28 સપ્ટેમ્બરે એટલે કે શનિવારે છે. 20 વર્ષ બાદ સર્વ પિતૃમોક્ષ અમાસ શનિવારે આવે છે. આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવું ફળદાયક માવનામાં આવે છે. પિતૃ પક્ષમાં શનિવારના દિવસે અમાસનો યોગ ખૂબ જ સૌભાગ્યશાળી મનાય છે. આ પહેલાં 1999માં આવો સંયોગ બન્યો હતો. હવે 4 વર્ષ પછી 2023માં ફરી આ સંયોગ બનશે.

ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીનો કિનારો ખૂબ મહત્ત્વનો મનાય છે. ત્યારે શ્રાદ્ધ માટે પણ લોકો નર્મદા નદી કિનારે કેટલાંક સ્થળોએ પૂજા કરાવતા હોય છે. જે પરિવારનાં સભ્યોને તેમનાં પૂર્વજ કે પરિવારજનની મૃત્યુ તિથિ ખબર ન હોય તો અમાસનાં દિવસે સર્વપિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. આજે શનિવારે છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર નજીક આવેલા દશાશ્વમેધ ઘાટ ખાતે લોકો પંડિતો પાસે પૂજા-વિધી કરાવવા માટે ઉપસ્થિત રહેતા હોય છે.

હિન્દુ શાસ્ત્રો મુજબ પુત્ર જ પિતાને પું નામના નરકથી મુક્તિ અપાવે છે, પુત્ર દ્વારા પિંડદાન, તર્પણ વગેરે કરવાથી પિતાની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ કારણથી પુત્રને જ શ્રાદ્ધ, પિંડદાનનો અધિકારી માનવામાં આવે છે. પંડિતોનું માનીએ તો ભાદરવા મહિનાની અમાસના દિવસે પિતૃઓના નામે શ્રાદ્ધ કરવાથી માનસિક અને શારીરિક શાંતિ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને અનેક પ્રકારના કષ્ટ દૂર થાય છે.

અન્ય સમાચારો પણ છે...