ટીપુબેને ભક્તિથી નૃત્ય કર્યું, મંગલ કલ્યાણી દિક્ષા લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરના શક્તિનાથ જીનાલય ખાતે સવારે 8ઃ26 વાગ્યે પૂ. ગુરૂદેવ રાજયશસુરીશ્વરજી અને અન્ય સાધુ સહિત ચેન્નઇ નિવાસી વયોવૃધ્ધ ટીપુબેને લબ્ધિ મંડપમાં પ્રવેશ કર્યો હતો. મંડપમાં હાજર ભાવિક ભક્તોએ હદય પૂર્વક તેમનું સ્વાગત કર્યું હતુ. પૂ. ગુરૂદેવ રાજયશસુરીશ્વરજી ભક્તોને સંબોધન કર્યું હતુ. પૂ. ગુરૂદેવે ટીપુબેનને રજોહરણ પ્રદાન કર્યું હતુ. ટીપુબેને તેમના હવેના જીવન દરમિયાન સાવધની પ્રતિજ્ઞા કરી હતી. સાવધ અર્થાત્ પાપ પ્રવૃતિ નહી કરવાની પ્રતિજ્ઞા. આ પ્રસંગે મનોજ રાઠોડ મદ્રાસવાળાએ શાસન ગૈરવની પદવીથી અલંકૃત કરવામાં આવ્યુ હતુ.

9 ફેબ્રુઆરથી જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે. સંતોના પ્રવચનોથી મન શુધ્ધ કરે છે. જૈન સમાજના કાર્યક્રમનો શુક્રવારે અંતિમ દિવસ છે. શહેરમાં પધારે ચેન્નઇના ટીપુબેન અને પૂ. ગુરૂદેવ રાજયશસુરીશ્વરજીના આશિર્વાદથી ભક્તો ધન્ય અનુભવી રહ્યા હતા. કાર્યક્રમોની શરૂઆત શ્રીમાળીપોળથી કરી હતી જે હવે અંતિમ ચરણમાં આવી છે. શુક્રવારે કાર્યક્રમોનો અંતિમ દિવસ છે.

જૈન સમાજના કાર્યક્રમનો શુક્રવારે અંતિમ દિવસ

_photocaption_ભરૂચ શહેરના શક્તિનાથ જીનાલય ખાતે ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટીસંખ્યામાં જૈનસમાજના લોકો હાજર રહ્યા હતા.}રાજેશ પેન્ટર*photocaption*
અન્ય સમાચારો પણ છે...